કોરોના વાયરસ પર WHOએ આપ્યા રાહતના સમાચાર, દુનિયાભરમાં ઓછા થયા સંક્રમણના નવા કેસ
કોરોના વાયરસ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ એક રાહતના સમાચાર આપ્યા છે.
જિનીવાઃ કોરોના વાયરસ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ એક રાહતના સમાચાર આપ્યા છે. પોતાની સાપ્તાહિક અપડેટમાં વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ છે કે છેલ્લા 2 મહિનામાં વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના નવા કેસોમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ડબ્લ્યુએચઓ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ, 'ગયા સપ્તાહે દુનિયાભરમાં કોરોના વાયરસના લગભગ 4 મિલિયન નવા કેસ નોંધવામાં આવ્યા છે, જે આ પહેલાના સપ્તાહના મુકાબલે ઘણા ઓછા છે. સૌથી મોટી વાત એ છે કે દુનિયાના દરેક ભાગમાં સંક્રમણના નવા કેસ ઘટ્યા છે.'

આ ઉપરાંત કોરોના વાયરસથી થતા મોતની સંખ્યા પણ ઘટી છે. ડબ્લ્યુએચઓએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે વૈશ્વિક સ્તરે મોતની સંખ્યામાં 62000નો ઘટાડો આવ્યો છે. જો કે, કોરોના વાયરસથી થતી મોતમાં સૌથી વધુ ઘટાડો દક્ષિણ પૂર્વ એશિયામાં નોંધવામાં આવ્યો છે પરંતુ આફ્રિકામાં આ આંકડો 7 ટકા વધ્યો છે જે ડબ્લ્યુએચઓ માટે એક મોટી ચિંતાનુ કારણ છે.
વયસ્કોની તુલનામાં સંક્રમણનુ સ્તર ઓછુ
ડબ્લ્યુએચઓએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, 'આ દરમિયાન સંક્રમણના સૌથી વધુ કેસ અમેરિકા, બ્રિટન, ભારત, ઈરાન અને તુર્કીમાં રેકૉર્ડ કરવામાં આવ્યા છે. વળી, ભારતમાં મહામારીની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅંટ હવે 180 દેશોમાં ફેલાઈ ચૂક્યુ છે. જો કે વયસ્કોની તુલનામાં બાળકો અને કિશોર હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે.' તમને જણાવી દઈએ કે હાલમાં જ ડબ્લ્યુએચઓ તરફથી નિવેદન આવ્યુ હતુ કે વૈશ્વિક સ્તરે વેક્સીનની ભારે કમીને જોતા હાલમાં બાળકોને રસી મૂકવામાં પ્રાથમિકતા ન આપવી જોઈએ.
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસોમાં વધારો
વળી, ભારતમાં ગુરુવારે સતત બીજી દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે.આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30570 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 38303 લોકો કોરોનાથી રિકવર થઈને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 431 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં હજુ પણ કોરોનાના 342923 સક્રિય કેસ છે. અત્યાર સુધી 4,43,928 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનની વાત કરીએ તો અત્યાર સુધી 76,57,17,137 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનનો 64,51,423 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
