તાલિબાનોએ માથા પર ગોળી મારી હતી, સાંભળો શું કહી રહી છે મલાલા
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જતા રહ્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા તાલિબાનના હાથમાં આવી ગઈ છે. તાલિબાનોએ સમગ્ર દેશ પર કબ્જો જમાવી લીધો છે. જે બાદ હજારો લોકો કોઈપણ ભોગે અફઘાનિસ્તાન છોડવા માટે તત્પર છે. નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈએ આ સમગ્ર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2012માં તાલિબાન હુમલાનો ભોગ બનેલી મલાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ એક વિશાળ માનવીય કટોકટી છે અને વિશ્વના તમામ દેશોએ મદદ માટે આગળ આવવું જોઈએ અને અફઘાન શરણાર્થીઓ માટે તેમની સરહદો ખોલવી જોઈએ.

મે ઈમરાન ખાનને પત્ર લખ્યો છે
મલાલાએ જણાવ્યું કે, આજે દુનિયામાં સમાનતા અને વિજ્ઞાનની વાતો થઈ રહી છે, પરંતુ સાથે સાથે એક દેશને સેંકડો વર્ષો પાછળ ધકેલી દેવામાં આવી રહ્યો છે.
આપણે આ ઘટના ચુપચાપ જોઈ શકતા નથી. ખાસ કરીને દુનિયાએ મહિલાઓ, છોકરીઓ, લઘુમતીઓને બચાવવા માટે કંઈક કરવું પડશે. મેં પાકિસ્તાનના વડાપ્રધાનઇમરાન ખાનને અપીલ કરી છે કે, તેમને બેઘર લોકો માટે સરહદ ખોલે. આ સાથે છોકરીઓના શિક્ષણની વ્યવસ્થા કરો, જેથી તેમનું ભવિષ્ય બરબાદ ન થાય. હું બ્રિટિશપ્રધાનમંત્રીને પણ મળવા માંગતી હતી, પરંતુ તેમની સાથે વાત થઇ શકી નથી.

આ અફઘાનિસ્તાનની વાત નથી, આ વૈશ્વિક બાબત છે
મલાલાએ જણાવે છે કે, માનવ અધિકારોની રક્ષા માટે અફઘાનિસ્તાન મામલે પગલાં લેવા જરૂરી છે, કારણ કે, તે વિશ્વ શાંતિ માટે પણ જરૂરી છે.
મલાલાએ તેના એકટ્વિટમાં લખ્યું છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનને જે રીતે કબ્જે કર્યું છે, તેનાથી અમે બધા આશ્ચર્યચકિત છીએ. હું મહિલાઓ અને લઘુમતીઓ માટે ખૂબ જ ચિંતિત છું.
મારી દરેક નાના મોટા દેશને અપીલ છે કે, અફઘાનિસ્તાનમાં તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે અને શરણાર્થીઓ અને સામાન્ય લોકોને પણ સુરક્ષિત રીતે બહારકાઢવામાં આવે.

વર્ષ 2012માં મલાલા પર હુમલો થયો હતો
24 વર્ષીય નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ પાકિસ્તાનના પેશાવરની છે. વર્ષ 2012ના તાલિબાન આતંકવાદીએ તેણીને માથામાં ગોળી મારી હતી. જ્યારે તે શાળાએ જઈ રહી હતી. જે બાદ તેને બ્રિટન લાવવામાં આવી હતી. યુકેમાં લાંબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ અને ત્યારથી પાકિસ્તાનની બહાર રહે છે.
મલાલાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે. તેમને વર્ષ 2014માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સૌથી નાની વયે નોબેલ વિજેતા છે. મલાલ એક સ્પષ્ટવક્તા અને માનવ અધિકાર કાર્યકર્તા તરીકે ઓળખાય છે. ખાસ કરીને તે છોકરીઓના શિક્ષણ અને મહિલાઓના પ્રશ્નો માટે કામ કરી રહી છે.
We watch in complete shock as Taliban takes control of Afghanistan. I am deeply worried about women, minorities and human rights advocates. Global, regional and local powers must call for an immediate ceasefire, provide urgent humanitarian aid and protect refugees and civilians.
— Malala (@Malala) August 15, 2021