For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી થયેલી મોતનો આંકડો હકીકતમાં બમણો, સંખ્યા જણાવાઈ છે ઓછીઃ વિશ્વ આરોગ્ય સંગઠન

વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે(21 મે)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે 2020માં દુનિયાભરમાં કોરોના વાયરસથી ઓછામાં ઓછા 3 મિલિયન એટલે કે 30 લાખથી વધુ મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે(21 મે)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે 2020માં દુનિયાભરમાં કોરોના વાયરસથી ઓછામાં ઓછા 3 મિલિયન એટલે કે 30 લાખથી વધુ મોત થયા છે. અધિકૃત રીતે મૃતકોના 18 લાખના આંકડાથી લગભગ બમણા છે. WHOએ કહ્યુ છે કે 2020માં દુનિયાભરમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો બહુ ઓછો બતાવવામાં આવ્યો છે. અમારા રિપોર્ટ મુજબ 2020માં કોવિડ-19થી 30 લાખ લોકોના મોત થયા હતા અને આંકડો માત્ર 18 લાખનો હતો. એટલા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા ઓછા બતાવવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ વિશ્વ આરોગ્ય સ્વાસ્થ્ય સાંખ્યિકી રિપોર્ટમાં કહ્યુ છે કે 31 ડિસેમ્બર 2020 સુધી વિશ્વભરમાં 8 કરોડ 20 લાખથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયા હતા.

WHO

WHOએ વિશ્વ સાંખ્યિકી રિપોર્ટ 2021માં એ પણ કહ્યુ છે કે કોવિડ-19ના કારણે અધિકૃત મૃત્યુડેટા અત્યાર સુધી લગભગ 3.4 મિલિયન છે. વાસ્તવિક સંખ્યા ઓછામાં ઓછી 6-8 મિલિયન હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે, 'WHOને કોરોના મૃતકોની સંખ્યા 33 લાખ બતાવવામાં આવી છે. 2020 માટે લગાવવામાં આવેલ અનુમાનના હિસાબે જોવામાં આવે તો કોવિડથી થયેલ મોતની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે.'

WHOના ડેટા અને એનાલિટિક્સ સહાયક મહાનિર્દેશક સમીરા અસ્માએ એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યુ, 'મોતનો આ આંકડો વાસ્તવમાં બેથી ત્રણ ગણો વધુ હશે. માટે મને લાગે છે કે સુરક્ષિત રીતે લગભગ 6થી 8 મિલિયન મોતનુ અનુમાન સાવધાનીથી લગાવવામાં આવી શકે છે.' ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડૉક્ટર ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે કહ્યુ કે વિશ્વભરમાં 160 મિલિયનથી વધુ કોવિડ-19ના કેસોની પુષ્ટિ કરવામાં આવી હતી અને 3.3 મિલિયન મોતની સૂચના ડબ્લ્યુએચઓને આપવામાં આવી હતી.

તેમછતાં પણ આ સંખ્યા માત્ર એક આંશિક તસવીર છે કારણકે ઘણા દેશ મોતના આંકડાના ચોક્કસ રીતે માપવા અને રિપોર્ટ કરવામાં સક્ષમ નથી. માટે ઘણા મોત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોવિડ-19ના કારણે થયા છે. તેમણે કહ્યુ, 'મહામારીથી સૌથી મોટો સબક અત્યારે આપણા માટે વિશ્વસનીય, કાર્યવાહી યોગ્ય અને અલગ-અલગ ડેટાનુ મહત્વ છે. માટે સરકારો, આરોગ્ય મંત્રાલયો, રાષ્ટ્રીય સાંખ્યિકીય કાર્યાલયો અને રજિસ્ટ્રાર જનરલો વચ્ચે સહયોગના માધ્યમથી દેશને સટીક ડેટા બનાવવાની જરૂર છે.'

English summary
Covid claimed over 3 million lives more than in 2020: WHO Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X