For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત 93 બ્લાસ્ટ: હનીફની પ્રત્યાપણ અરજી નકારી કાઢી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tiger-hanif
લંડન, 19 એપ્રિલ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાથી અને ગુજરાતમાં 1993માં બોમ્બ બ્લાસ્ટના આરોપી ટાઇગર હનીફને મોટો ઝટકો લાગ્યો છે. ભારતને તેને પ્રત્યાર્પણ નહી કરવાની અપીલને યુકે હાઇકોર્ટે નકારી કાઢી છે. આ પહેલાં તેનો ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

51 વર્ષીય હનિફ જેનું પુરૂ નામ મોહંમદ હનીફ ઉમરજી પટેલ છે 2010માં ગ્રેટર મેનચેસ્ટરના બોસ્ટનમાં કરિયાણાની એક દુકાનમાં જોવા મળ્યો હતો. તે માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાયેલો હતો. હનીફને ફેબ્રુઆરી 2010માં મેટ્રોપોલિટન પોલીસે હત્યા અને વિસ્ફોટનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરી હતી.

ગુજરાતના સૂરતમાં 1993માં એક ભારે ભીડવાળા બજારમાં હાથગોળો ફેંકવાના મુદ્દે હનીફની ભાગીદારી હતી. આ કેસમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. તે એક ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર પણ હાથગોળાના હુમલાનું કાવતરું રચવાનો આરોપી છે. હનીફ એ દલીલ કરી પ્રત્યાપણનો વિરોધ કરતો હતો કે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવતાં તેને યાતના આપવામાં આવશે.

English summary
Tiger Hanif, a close aide of underworld don Dawood Ibrahim and wanted in India in connection with two bomb attacks in Gujarat in 1993, has lost his appeal in a UK High Court against extradition to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X