'મૃત' ઉમેદવાર દક્ષિણ મેક્સિકોમાં ચૂંટણી જીત્યો

ઓક્સાકા શહેરની નજીક સાન ઑગસ્ટિન અમેટિંગોમાં લેનિન કારબલ્લિડોએ રવિવારે અત્યંત ઓછા મતોથી ચૂંટણી જીતી લીધી. આ જીતની સાથે પ્રકરણ પૂરુ ના થયું. તેમની જીતની જાહેરાત સાથે જ એક મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું જે મુજબ કારબલ્લિડોનું મૃત્યુ વર્ષ 2010માં બિમારીને કારણે થયું હતું.
ઓક્સાકામાં અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુના પ્રમાણપત્ર પર એક સાર્વજનિક નોંધણી અધિકારીના હસ્તાક્ષર છે પણ તે મૃત્યુપ્રમાણપત્ર નકલી છે. અભિયોજકોએ જણાવ્યું કે કારબિલ્લડોએ વર્ષ 2004માં એક બળાત્કાર કેસમાં પોલીસથી બચવા માટે પરિવારજનોની મદદથી આ પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું.












Click it and Unblock the Notifications
