For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ પીડિતાને સિંગાપુરની હોસ્પિટલમાં ભરતી કરાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mount-elizabeth-hospital
સિંગાપુર, 27 ડિસેમ્બર: દિલ્હીમાં 16 ડિસેમ્બરે રાત્રે ચાલુ બસે સામુહિક બળાત્કારનો શિકાર બનેલી છોકરી સારવાર માટે એર એમ્યુલન્સથી સિંગાપુર લાવવામાં આવી છે અને ગુરૂવારે સવારે માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સિંગાપુરમાં ભારતીય ઉચ્ચ આયોહે પીડીતાને સિંગાપુર મોકલવામાં આવી હોવાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તેને એરક્રાફ્ટ દ્રારા ચાંગી આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડા પર ભારતીય સમયનુસાર સવારે પાંચ વાગે પહોંચી હતી. પીડીતાને સિંગાપુર લાવવાનો નિર્ણય ભારત સરકારના ઉચ્ચ સ્તર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીમાં 16 ડિસેમ્બરની રાત્રે આ છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યાર તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી હતી. દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન છોકરીની હાલત સતત ગંભીર થતી જતી હોવાથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગેંગરેપની શિકાર પીડિતાને ડૉક્ટરોની સલાહની આધારે સારી સારવાર માટે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ભરતી કરવા માટે લાવવામાં આવી છે. અત્યાર સુધી પીડિતાની સારવાર કરી રહેલા સફરજંગ હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડૉ. બીડી અથાણીએ કહ્યું હતું કે ગત 10 દિવસો દરમિયાન હોસ્પિટલમાં તેને સારામાં સારી સારવાર પુરી પાડવામાં આવી છે.

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં અથાણીએ કહ્યું હતું કે પોતાના સાહસ અને ધૈર્યના આધારે પીડિતાએ અત્યાર સુધી બધી જ પરિસ્થિતીઓનો સામનો કર્યો છે. પરંતુ તેની હાલત હજુ સુધી ગંભીર છે. અથાણીએ કહ્યું હતું કે ડૉક્ટરોની એક ટીમની સલાહના આધારે ભારતે સરકારે પીડિતાને સિંગાપુર લાવવાની વ્યવસ્થા કરી છે.

તેમને કહ્યું હતું કે પીડિતાના આંતરડા અને પેટની અંદર જખમ છે. પીડિતાની સારવાર માટે સિંગાપુરની પસંદગી એ માટે કરવામાં આવી છે કારણે કે આ ભારતની ખૂબ જ નજીક છે અને અહીંની હોસ્પિટલમાં મલ્ટી-ઓર્ગન જેમ સુવિધાઓ છે. પીડિતાની સારવાર માટે ડૉક્ટરોએ સલાહ આપી હતી કે મુસાફરી ઓછામાં ઓછા અંતરની હોવી જોઇએ. તેમને કહ્યું હતું કે ડૉક્ટરોની એક ટીમે નિર્ણય કર્યો હતો કે દર્દીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે.

તેમણે કહ્યું હતું કે વિશેષજ્ઞ ડૉક્ટરોની એક ટીમે તેમને સર્વશ્રેષ્ઠ મેડિકલ સુવિધા પુરી પાડી છે. તેની ત્રણવાર સર્જરી કરવી પડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરીને સિંગાપુર લઇ જવાનો નિર્ણય સરકારના ઉચ્ચસ્તરે કરવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે બધા જ જરૂરી દસ્તાવેજ ટૂંક સમયમાં પુરા પાડવામાં આવ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સિંગાપુરમાં એક હોસ્પિટલમાં સંપર્ક સાધ્યો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સિંગાપુરમાં દર્દીની સારવાર માટે કરવામાં આવતો ખર્ચ તે ઉપાડશે.

English summary
The 23-year-old Delhi gang-rape victim, who was flown out to Singapore in an air ambulance for specialised treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X