ટેકઓફ કરતાની સાથે જ ભડભડ સળગવા લાગ્યું Delta Air Linesનું પ્લેન, ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Delta Air Lines Emergency Landing: શુક્રવારના રોજ લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL446 સાથે એક ગંભીર ઘટના ઘટી હતી. ટેકઓફ કર્યા પછી થોડી જ વારમાં વિમાની ડાબી બાજુના એન્જિનમાં આગ લાગી ગઈ. આ ઘટના અમેરિકાના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર બની હતી. મુસાફરોને લઈ જતું આ પ્લેન બોઇંગ 767-400 મોડલનું હતું, જે લગભગ 25 વર્ષ જૂનું છે અને તેમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીના બે CF6 એન્જિન છે. ટેકઓફ પછી પાઇલટે તાત્કાલિક એન્જિન ખામીનું નિદાન કર્યું અને તરત કટોકટી જાહેર કરી. તેણે વિમાનને તરત પાછું વાળીને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું.

પ્લેન એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને વિમાનમાં લાગેલી આગને બુઝાવી દેવામાં આવી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Delta Airlines Boeing 767 had to make an emergency landing after its engine caught fire while flying. pic.twitter.com/U26G8AEm48
— IndiaWarMonitor (@IndiaWarMonitor) July 19, 2025
Delta Air Lines: ડેલ્ટા એરલાઇનની ફ્લાઇટ DL446 એટલાન્ટા માટે રવાના થઈ હતી. તે બોઇંગ કંપનીનું 767-400 વિમાન હતું, જેના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. ફ્લાઇટનું લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટમાં લગભગ 280 મુસાફરો સવાર હતા. મુસાફરો ઉપરાંત, 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યો હતા. જોકે વિમાનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
