For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dexamethasone: કોરોનામાં આ દવા કારગર! 35 ટકા દર્દી ઠીક થયા

Dexamethasone: કોરોનામાં આ દવા કારગર! 35 ટકા દર્દી ઠીક થયા

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે વિશ્વ આખું પરેશાન છે, સ્વાસ્થ્યની સાથોસાથ લોકોએ આર્થિક માર પણ સહન કરવો પડી રહ્યો છે ત્યારે દેશ- વિદેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની દવા શોધવા સતત મથામણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસની દવા પર રિસર્ચ કરી રહેલા બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને એક એવી દવા મળી છે જેનાથી આ ખતરનાક વાયરસના સંક્રમણથી બચી શકાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ડેક્સામેથસોન નામના સ્ટેરાઇડના ઉપયોગથી ગંભીર રૂપે બિમાર દર્દીનો મૃત્યુ દર એક તૃતિયાંશ સુધી ઘટી ગયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે જલદી જ આ દવાને લઇ રિસર્ચ પેપર પણ તૈયાર પ્રકાશિત કરવામાં આવશે.

dexamethasone (ડેક્સામેથાસોન)થી 35 ટકા મૃત્યુદર ઘટ્યો

dexamethasone (ડેક્સામેથાસોન)થી 35 ટકા મૃત્યુદર ઘટ્યો

રિસર્ચ મુજબ 2014માં જે દર્દીઓને આ દવા આપવામાં આવી તેની સરખામણી સાધારણ રીતે ઇલાજ કરાય રહેલા 4321 અન્ય દર્દીઓ સાથે કરવામા આવી. દવાના ઉપયોગ બાદ વેંટીલેટરની સાથે ઉપચાર કરાવી રહેલા દર્દીનો મૃત્યુ દર 35 ટકા ઘટી ગયો. ઉપરાંત જે દર્દીઓને ઑક્સિઝન આપવામાં આવી રહ્યો હતો તેમનામાં પણ મૃત્યુદર 20 ટકા ઘટી ગયો.

ડેક્સામેથાસોન દવા મોંઘી પણ નથી

ડેક્સામેથાસોન દવા મોંઘી પણ નથી

ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના રિસર્ચર પીટર હોર્બીએ કહ્યું કે આ ઘણા ઉત્સાહજનક પરિણામ છે. મૃત્યુદર ઘટાડવામાં અને ઑક્સીઝનની મદદ વાળા દર્દીઓમાં સ્પષ્ટ રૂપે તેનો ફાયદો થયો છે. માટે આવા દર્દીઓમાં ડેક્સામેથાસોનનો ઉપયોગ થવો જોઇએ. આ દવા મોંઘી પણ નથી અને દુનિયાભરમાં જીવ બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

કોરોનામાં HCQ દવાનો ફાયદો નહિ

કોરોનામાં HCQ દવાનો ફાયદો નહિ

હાલમાં જ આ અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે મલેરિયાના ઇલાજમાં ઉપયોગ થતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસના ઉપચારમાં ઉપયોગી નથી. અધ્યયનમાં ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં 11000થી વધુ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

COVID 19 UPDATE: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 343,091 થઈ, 9900ના મોતCOVID 19 UPDATE: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 343,091 થઈ, 9900ના મોત

English summary
Dexamethasone drug worked! compared to other drugs Dexamethasone reduced mortality rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X