ચીનની ડર્ટી ગેમ, વાર્તાલાપ વચ્ચે બોર્ડર પર હજારો કમાંડોનો વીડિયો જાહેર કર્યો

ચીનની ડર્ટી ગેમ, વાર્તાલાપ વચ્ચે બોર્ડર પર હજારો કમાંડોનો વીડિયો જાહેર કર્યો

બેઈજિંગઃ ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં પાછલા એક મહિનાથી તણાવ ચલી રહ્યો છે. શનિવારે આ તણાવ ઘટડવા માટે ભારત અને ચીન વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલની બીજી તરફ સ્થિત મોલ્ડોમાં મિલિટ્રી કમાંડર્સ સ્તરની વાર્તા પણ થઈ. પરંતુ હજી સુધી આનું કોઈ પરિણામ નથી મળ્યો. જે સમયે એલએસીની બીજી તરફ કમાંડર્સ મીટિંગ કરવામાં વ્યસ્ત હતા તો તે સમયે જ ચીની મીડિયાએ પોતાનો ગંદો ખેલ ચાલુ રાખ્યો હતો. ચીની મીડિયાએ આ મીટિંગ દરમિયાન એક એવો વીડિયો રિલીઝ કર્યો જેમાં એલએસી પર હજારો સૈનિક અને કમાંડોજ જોવા મળી રહ્યા છે.

LAC પર ચીની એરફોર્સના પેરાટ્રૂપ્સ

LAC પર ચીની એરફોર્સના પેરાટ્રૂપ્સ

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ તરફથી રવિવારે આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયો ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી એરફોર્સનો છે. વીડિયો મુજબ એરફોર્સની એરબોર્ન બિગ્રેડે સેન્ટ્રલ ચીનના હુબેઈ પ્રાંતના ઉત્તર-પશ્ચિમી પ્રાંતમા થોડા કલાકો પહેલા હાજરી નોંધાવી. હુબેઈ પ્રાંતનો આ ભાગ ઘણી ઉંચાઈ પર છે અને ભારત-ચીનના તણાવ વચ્ચે જ વીડિયો સામે આવતા ચીની મીડિયના પ્રપોગેંડાનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ભારે તાદાતમાં સૈનિકો અને ઉપકરણ જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો કોઈ એક્સરસાઈઝનો છે. ગ્લોબલ ટાઈમ્સે વીડિયોને રિલીઝ કરતા જે કેપ્શન આપ્યું, તે ચીનના ઈરાદા જણાવવા માટે કાફી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, સેંકડો મિલિટ્રી ઉપકરણ જેમાં બખ્તરબંધ વાહન અને સપ્લાઈની મોટી ખેપ છે જે ઓપરેનમાં પણ સામેલ છે, કેટલાક કલાકો પહેલા સફળતાપૂર્વક તે ખતમ કરી દેવામાં આવ્યું છે. આ એક્સરસાઈઝમાં ચીનના હજારો પેરાટ્રૂપ્સ સામેલ હતા.

મીડિયા બોલી- કોવિડ 19 બાદ યુદ્ધ માટે રેડી

ગ્લોબલ ટાઈમ્સે એ વાતને પણ જોર આપીને લખી કે આ આખી પ્રક્રિયા વાર્તાથી થોડા કલાક પહેલા જ પૂરી થઈ ગઈ છે. ચીનની એક તરફચેનલ સીસીટીવી તરફથી કહેવામાં આવ્યું કે હુબેઈમાં સૈનિકોની હાજરીમાં આ વાતનું સફળ પ્રદર્શ કરવામાં આવ્યું કે બોર્ડર પર ચીનની સેનાઓ જ્યારે જરૂરત હશે ત્યારે તેજીથી પહોંચી શકે છે. હુબેઈ પ્રાંત એજ છે જે કોવિડ-19 મહામારીથી સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયો છે અહીંના વુહાનથી કોરોના વાયરસ નીકળતો હતો. ગ્લોબલ ટાઈમ્સ મુજબ હવે હુબેઈ કોરોના મહામારીથી સંપૂર્ણપણે બહાર આવી ચૂક્યું છે અને યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે.

ભારતે ચીનને કહ્યું- એપ્રિલવાળી સ્થિતિ પુનઃ સ્થાપિત થાય

ભારતે ચીનને કહ્યું- એપ્રિલવાળી સ્થિતિ પુનઃ સ્થાપિત થાય

શનિવારે જે વાર્તા થઈ તેમાં ભારતે ચીનને સ્પષ્ટ કરી દીધું હતું કે એપ્રિલમાં લદ્દાખ અને પૈંગોંગ ત્સો પર જે સ્થિતિ હતી તેને પુનઃ સ્થાપિત કરવામાં આવે. સાથે જ ચીની જવાનોને પણ પોતાના ક્ષેત્રોમાં પરત ફરવા માટે કહેવામા વે. જ્યારે ચીને ભારત સમક્ષ માંગ કરી કે તેઓ આ ક્ષેત્રમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને તરત રોકી દેવમં આવે. સૂત્રો મુજબ ભારત તરફથી ચીનની આ માંગને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર દુનિયાભરની નજરો ટકેલી છે. પાછલા મહિને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફી મધ્યસ્થતાની વાત કહેવામાં આવી હતી. પરંતુ ચીન અને ભારત બંનેએ જ આ ફગવી દીધી.

LAC ત્રણ ભાગમાં વહેંચાયેલી છે

LAC ત્રણ ભાગમાં વહેંચાયેલી છે

લાઈન ઓફ કંટ્રોલ ત્રણ સેક્ટરમાં વહેંચાયેલી છે જેમા પહેલો ભાગ છે અરુણાચલ પ્રદેશથી સિક્કિમ સુધીનો ભાગ, મધ્યમાં આવે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ભાગ અને પશ્ચિમ સેક્ટરમાં આવે છે લદ્દાખનો ભાગ. ભારત, ચીન સાથે લાગેલી એલએસી 3488 કિમી પર પોતાનો દાવો કરે છે, જ્યારે ચીનનું કહેવું છે કે ભારતની હદ 2000 કિમી સુધીનો છે. એલએસી બંને દેશ વચ્ચે એ રેખા છે જે બંને દેશની સીમાઓને અલગ અલગ કરે છે. બંને દેશોની સેના એલએસી પર પોતપોતાના ભાગમાં સતત પેટ્રોલિંગ કરતી રહે છે. બંને દેશોની સીમા વચ્ચે નદીના વિવાદિત ભાગ પર અગાઉ પણ કેટલીયવાર અથડામણ થઈ ચૂકી છે.

ગલવાન ઘાટીમાં સડક નિર્માણથી ચીન ખફા

ગલવાન ઘાટીમાં સડક નિર્માણથી ચીન ખફા

ભારત અને ચીન વચ્ચે આ વખતે તણાવનું કેન્દ્ર બિંદુ ગલવાન ઘાટી છે. કહેવામા આવી રહ્યું છે કે ચીની સેના ગલવાન ઘાટી સુધી આવી ગઈ છે. ભારત તરફથી બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવી રહ્યું છે. પાછલા વર્ષે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને ડારબુક-શ્યોક-ડીબીઓ એટલે કે દૌલત બેગ ઓલ્ડીમાં એક સડક નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ભાગ ભારતની સીમામાં પડે છે. જેજગ્યાએ સડક નિર્માણ થઈ રહ્યું છે તે ભારતીય સીમાના 10 કિમી અંદર આવેછે અને ટેક્નિકલ રીતે ભારતની સીમા છે. પરંતુ ચીન આ વાતને માનવાથી રાજી નથી. આ રસ્તો ખાસ કરીને ગલવાન નદીથી થઈ પસાર થાય છે. સડકને એલએસીથી જોડવાના ઉદ્દેશ્યથી ભારત આ રસ્તાનું નિર્માણ કરી રહ્યું છે. ચીનને આ વાત પર વાંધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X