Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું માણસોમાં હોય છે કરોળિયાના જનિન તત્વો (genes)?

લંડન, 9 મેઃ માત્ર સ્પાઈડરમેનમાં જ નહીં પરંતુ તમારામાં પણ કરોળિયાને મળતા આવતા જીનેટિક્સ(વંશસૂત્રો) રહેલા હોય છે. પહેલી જ વાર કરોળિયાને લગતા સંશોધનમાં આ વાત સામે આવી છે. સાચી વાત તો એ છે કે આઠપગ વાળો કરોળિયો ઘણીવાર માણસ જેવો લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે સંશોધકોને વંશસૂત્રોના ક્રમ શોધવામાં સફળતા મળી છે. ડેન્માર્કના આર્હ્યુસ યુનિવર્સિટીના જેસ્પર બેચ્સગાર્ડે કહ્યુ હતુ કે ટૂંકમાં કરોળિયામાં જેમને પણ રસ હોય તે તમામ માટે અમે એક સાધન મેળવ્યું છે.

spider
સંશોધકોએ બે પ્રકારના કરોળિયા પર કામ કર્યું છે, એક નાનો વેલ્વિટ કરોળિયો અને બીજો ટેરૅન્ટ્યૂલા (ઝેરી કરોળિયો). રૂંવાટીવાળા કરોળિયાના વંશસૂત્રના ક્રમમાં તો સફળતા મળી છે પરંતુ હજી સુધી ઝેરી કરોળિયાના જીનેટિક મેપની ઘણી બાબતો વણઉકેલી છે.

બેચ્સગાર્ડે કહ્યું છેકે, આ બે પ્રકારના કરોળિયામાં અમે 200-300 જેટલા જનિન તત્વ(genes) મેળવ્યા છે અને અન્ય જીવોમાં નથી. બની શકે કે તેઓ કરોળિયાના વિશેષ જનિન તત્વના દાવેદારો હોય. એ બાબત પર પણ નજર રાખી હતી કે સિલ્ક(રેશમ) અને ઝેર એમ બે ઉત્પાદનમાં પ્રોટિનની રચના જવાબદાર હતી. રેશમ કઈ રીતે પાતળું બને છે અને છતાંય તેની મજબૂતાઈમાં કોઈ ફેર પડતો નથી અને ઝેર કઈ રીતે કામ કરે છે, તે બાબત પર વિશ્વના ઘણાં બધા સંશોધકોએ કામ કર્યું છે.

સંશોધકોએ કહ્યું છેકે, કરોળિયાના આકાર અથવા અન્ય લક્ષણો જેમાં તેઓ રસ ધરાવતા હોય તેને પસંદ કરી શકે છે અને અમે જે જીનેટીક મેપ રજૂ કર્યો છે, તેનો ઉપયોગ કરી શકો છો,કે જેનો આપણે આપણી જાતે રેશમ અને ઝેરનો અભ્યાસ કરવા માટે ઉપયોગ કરીએ છીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X