For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશે

Coronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર દબાણ વધારી દીધું છે. નવ એપ્રિલે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મીટિંગ બોલાવી છે. મીટિંગમાં કોરોના વાયરસ પર ચર્ચા થશે. આ ચર્ચામાં યૂનાઈટેડ નેશંના મુખ્યા એન્ટોનિયા ગુટારેશી પણ સામેલ થશે. ટ્રમ્પે હવે સ્પષ્ટપણે આ મહામારી માટે ડબલ્યૂએચઓને જવાબદાર ઠેરવ્યું છે. આની સાથે જ તેમણે ચીનને પણ લપેટામાં લઈ લીધું છે.

UNSC

ચીનના સમર્થનથી WHO ચીફ બન્યા ડેટરૉસ

ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડરૉસ એઢહાનોમ ગેબ્રેસિયસનું સિલેક્શન આ પદ પર ત્યારે જ થયું હતું જ્યારે ચીને તેમને સમર્થન આપ્યું હતું. મે 2017માં પદ માટે ચૂંટાયેલા ગેબ્રેસિયસે અમેરિકાના સમર્થનવાળા ડૉક્ટર ડેવિડ નબારોને માત આપી હતી. નબારો, યૂનાઈટેડ કિંગડમ તરફથી ઉમેદવાર હતા. ટ્રમ્પે ડબલ્યૂએચઓ પર મંગળવારે કરવામાં આવેલ પોતાના ટ્વીટમાં ભારે ભડાસ કાઢી. તેમણે લખ્યું, 'ડબલ્યૂએચઓએ આ સમગ્ર સ્થિતિને બગાડી નાખી છે. સૌથી વધુ અમેરિકા તરફથી ફંડ મળે છે અને આ ચીન પર કેન્દ્રિત છે. ભગવાનનો આભાર કે મેં ચીન માટે બોર્ડર ખોલવાની સલાહ માનવાનો ઈનકાર કર્યો હતો.' 17 નવેમ્બર 2019ના રોજ ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યા બાદ ડબલ્યૂએચઓએ આ વાત માનવાથી ઈનકાર કરી દીધો હતો કે આ મહામારી છે. 12 માર્ચ 2020ના રોજ જ્યારે આ વાયરસ ચીનની બહાર યૂરોપમાં તબાહી મચાવવા લાગ્યો ત્યારે સંગઠને આને મહામારી ઘોષિત કરી. ત્યાર સુધીમાં આ વાયરસ યુરોપના ક્ષેત્રમાં એક હજારથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો હતો.

યૂએનએસસીની કમાન 31 માર્ચે ડોમનિકન રિપબ્લિકના હાથસદમાં આવી ગઈ છે. 10 બિન-અસ્થાયી સભ્યોવાળા યૂએનએસસીએ અનૌપચારિક ચર્ચાને સમર્થન કર્યું છે. જે પ્રસ્તાવ આવશે તેના પર શું પરિણામ આવશે તે સ્પષ્ટ નથી. ચીન અને તેના સાથી દેશો વીટો પાવરનો ઉપયોગ કરશે કે નહિ તે પણ સ્પષ્ટ જાણકારી નથી. માનવામાં આવી રહ્યું છે કે યૂએનએસસીમાં વોટિંગ અને પરિણામ સંપૂર્ણપણે રશિયાનાવલણ પર નિર્ભર કરશે. રશિયા, યૂએનએસસીના પી5 દેશોમાં સામેલ છે. પી5 દેશોમાં સામેલ અમેરિકા, યૂકે અને ફ્રાંસ મહામારીના સૌથી વિકરાટ રૂપ જોવા મજબૂર છે. આ હાલ જ બાકી યૂરોપના છે. પાછલા મહિને એશ્ટોનિયા તરફથી કોરોના વાયરસ મહામારી પર ચર્ચા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ચીને આ પ્રસ્તાવને એમ કહેતા બ્લૉક કરી દીધો હતો કે કોઈપણ મહામારી કોઈપણ પ્રકારની શાંતિ અને સુરક્ષાનો મુદ્દો ના હોય શકે. એશ્યોનિયાના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે મહામારીએ દુનિયાને એક મોટી આર્થિક તંગી અને ઉંડા સંકટ તરફ ધકેલી દીધો છે.

અમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોતઅમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોત

English summary
Donald Trump blasts at WHO and China while setting stage for UNSC meet on Coronavirus on April 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X