ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જૂન સવારે 9 વાગ્યે મુલાકાત થશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જૂને સિંગાપોરમાં મુલાકાત થશે. ભારતીય સમય અનુસાર આ મુલાકાત સવારે 9 વાગ્યે થશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જૂને સિંગાપોરમાં મુલાકાત થશે. ભારતીય સમય અનુસાર આ મુલાકાત સવારે 9 વાગ્યે થશે. પ્રેસ સચિવ સારા સેન્ડર્સ ઘ્વારા બેઠક વિશે જાણકારી આપતા જણાવ્યું કે સિંગાપોરમાં એક ટીમ આ બેઠકને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં લાગી છે. જ્યાં સુધી બંને નેતાઓ વચ્ચે બેઠક નહીં થાય ત્યાં સુધી આ ટીમ સિંગાપોરમાં જ રહેશે. તેમને જણાવ્યું કે આ ટીમ બેઠક પહેલા ઉત્તર કોરિયા પર રોજ રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાણકારી લઇ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જૂને મુલાકાત થવા જઈ રહી છે. આ મુલાકાત પહેલા અમેરિકા પાસે કિમ જોંગ ઘ્વારા સિંગાપોરમાં એક એવી હોટેલમાં રોકાવવા માટે માંગ કરી છે, જેનું એક દિવસનું ભાડું 6 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા) છે. આ બિલ અમેરિકાએ ચૂકવવું પડશે. વૉશિન્ગટન પોસ્ટમાં છપાયેલી એક ખબર અનુસાર મુલાકાતના 10 દિવસ પહેલા જ કિમ જોંગના ચીફ ઓફ સ્ટાફ કિમ ચાંગ સન બધી જ તૈયારીઓ માટે સિંગાપોર પહોંચી જશે.
કિમ જોંગ જે હોટેલમાં રોકાવવા માટે જઈ રહ્યા છે તે સિંગાપોરમાં નદી ઉપર બની છે. આ હોટેલ સિંગાપોરની સૌથી અલગ હોટેલ માનવામાં આવે છે. આ હોટેલમાં કિમ જોંગ આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કોઈ પણ જાણકારી આપવામાંથી ઇન્કાર કરી દીધું અને કહ્યું કે તેઓ મહેમાનો વિશે કોઈ પણ જાણકારી આપતા નથી આપતા. મળતી માહિતી અનુસાર આ હોટેલ વર્ષ 1920 દરમિયાન બનીને તૈયાર થઇ હતી. આ હોટેલમાં દુનિયાના મોટા મોટા નેતાઓ રોકાય છે. હાલમાં પીએમ મોદી સહીત દુનિયાના ઘણા મોટા નેતાઓ અહીં રોકાયા હતા.
આપણે જણાવી દઈએ કે બંને નેતાઓ વચ્ચે બેઠક વિશે ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ બેઠક વિશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટવિટ કરીને માહિતી આપી હતી. ત્યારપછી બંને દેશના નેતાઓ અને મુખ્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. બંને દેશના નેતાઓ ઘ્વારા આ અગત્યની બેઠક પહેલા વાતચીત પણ કરવામાં આવી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
