કોરોનાના ઈલાજ દરમિયાન સમર્થકોને મળવા હોસ્પિટલની બહાર આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે કોરોના વાયરસનો ઈલાજ કરાવી રહ્યા છે તેમને હવે ડૉક્ટરોની આકરી ટીકા સહન કરવી પડી છે.

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે કોરોના વાયરસનો ઈલાજ કરાવી રહ્યા છે તેમને હવે ડૉક્ટરોની આકરી ટીકા સહન કરવી પડી છે. રવિવારે ટ્રમ્પ પ્રોટૉલને તોડીને પોતાના સમર્થકોને મળવા પહોંચી ગયા. તેમના સમર્થકો આ હોસ્પિટલની બહાર હતા જ્યાં તેમનો ઈલાજ ચાલુ છે. વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને તેમને સોમવાર સુધી હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. હાલમાં તો તેમના પર પોતાના જ પ્રશાસનના નિર્દેશોને તોડવાના આરોપ લાગી રહ્યા છે.

donald trump

વૉલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલમાં ભરતી

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યારે વૉલ્ટર રીટ મિલિટ્રી સેન્ટરમાં ભરતી છે. રવિવારે તેઓ માસ્ક પહેરીને પોતાની બુલેટપ્રૂફ ગાડીમાં બેઠેલા દેખાયા અને આ ગાડીમાં તે હોસ્પિટલથી અમુક અંતર સુધી ગયા હતા. તેમણે ગાડીની અંદરથી સમર્થકોનુ અભિવાદન કર્યુ. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ટ્રમ્પ આમ કરીને પોતાના જ પ્રશાસન તરફથી જારી સાર્વજનિક આરોગ્ય નિર્દેશોનુ ઉલ્લંઘન કર્યુ છે. આ નિર્દેશો હેઠળ દર્દીને ઈલાજ દરમિયાન સંપૂર્ણપણે આઈસોલેશનમાં રહેવાનુ હોય છે. ટ્રમ્પનો ઈલાજ ચાલુ છે અને તે હજુ સુધી કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના સિક્રેટ સર્વિસ પ્રોટેક્શન સ્ટાફને પણ જોખમમાં મૂક્યા છે.

પહેલેથી જ ટીકાઓમાં ઘેરાયા

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ઘણીવાર પબ્લિક હેલ્થ ગાઈડલાઈન્સને ન માનવા અને વાયરસ સાથે જોડાયેલી ભ્રમણાઓ ફેલાવવાના આરોપ લાગી રહ્યા છે. તેમણે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, 'હવે તેમને કોવિડ વિશે ઘણુ જાણવા મળ્યુ છે.' સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ પગલાંને સ્ટંટ ગણાવવામાં આવી રહ્યુ છે. જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ડિઝાસ્ટર મેડિસિનના ચીફ જેમ્સ ફિલીપે કહ્યુ, 'ગાડીમાં હાજર એક પણ વ્યક્તિની જરૂર નહોતી અને હવે તેમણે 14 દિવસ માટે ક્વૉરંટાઈન થવુ પડશે.' તેમણે આગળ જણાવ્યુ કે તે બિમાર પડી શકે છે અને ટ્રમ્પના આદેશોને માનીને તેમણે પોતાની જિંદગી જોખમમાં મૂકી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X