હું જે પદ પર છું, એનો શ્રેય ટ્વીટરને જાય છેઃ ડોનાલ્ડ ટ્રંપ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને મીડિયાના સમીકરણો કોઇથી છુપા નથી. તેમણે પોતાના વધુ એક નિવેદન દ્વારા પરોક્ષ રીતે મીડિયા પર નિશાન સાધ્યું છે. ટ્રંપે કહ્યું કે, આજે તેઓ જે કંઇ પણ છે તેનું શ્રેય ટ્વીટર ને જાય છે.

donald trump

કોઇ ટ્વીટનો પસ્તાવો નથી

રાષ્ટ્રપતિ ટ્રંપે જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ સાથે મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. જર્મની ના જ એક પત્રકારે ટ્રંપને આ સવાલ પૂછ્યો હતો. ટ્રંપને તેણે પૂછ્યું હતું કે, શું તેમને પોતાના કોઇ ટ્વીટ અંગે ક્યારેય પસ્તાવો થયો છે. આના જવાબમાં ટ્રંપે કહ્યું કે, તેમને પોતાના કોઇ ટ્વીટનો પસ્તાવો નથી. આજે તેઓ જે પદ પર છે, તેનો શ્રેય ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જાય છે. ટ્રંપે કહ્યું કે, જ્યારે મીડિયા સત્ય અંગે આંખ આડા કામ કરે ત્યારે સોશિયલ મીડિયા થકી તેઓ બાકીના લોકોને લડત આપી શકે છે. આથી જ તેમને સોશિયલ મીડિયા ગમે છે. આ દરમિયાન ટ્રંપે ફોન ટેપિંગ સાથે જોડાયેલા સવાલોનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જર્મનીના ચાન્સેલર માર્કેલ અને ઓબામા પ્રશાસનમાં એક વાત સમાન છે. ટ્રંપ જ્યારે આ સવાલનો જવાબ આપી રહ્યાં હતા ત્યારે ચાન્સેલર માર્કેલ સાવ ચૂપ બેઠા હતા.

અહીં વાંચો - ટેક્સાસમાં 6 મહિનાથી ગુમ થયેલા ગુજરાતીની લાશ બેગમાંથી મળી

શું થયું હતું શુક્રવારે?

શુક્રવારે ટ્રંપ અને માર્કેલ વચ્ચે થયેલી મુલાકાતમાં બંન્ને વચ્ચેના ઘણા મતભેદો સામે આવ્યા હતા. વેપારથી લઇને શરણાર્થી સમસ્યા જેવા મુદ્દાઓ પર બંન્નેનું વલણ અળગ હતું. ઓવલ ઓફિસમાં યોજાયેલી 30 મિનિટની આ મુલાકાતમાં એક ક્ષણ એવી આવી જેને કારણે વિશ્વભરના મીડિયાનું ધ્યાન આ તરફ ખેંચાયું. આ મુલાકાત દરમિયાન મીડિયા કર્મીઓ બંન્નેની તસવીરો લઇ રહ્યાં હતા. તેમણે માર્કેલ અને ટ્રંપને તસવીર માટે હેન્ડ શેક કરવા વિનંતી કરી, માર્કેલે પણ ટ્રંપને કહ્યું કે મીડિયા તેમને હેન્ડ શેક કરતાં જોવા માંગે છે. ટ્રંપે મીડિયાની સાથે જ માર્કેલના અનુરોધની પણ અવગણના કરી. ટ્રંપે માર્કેલની સલાહ પર ધ્યાન ન આપ્યું, તેઓ માત્ર ફોટોગ્રાફર્સ સામે જોતા રહ્યાં. ટ્રંપનું વર્તન માર્કેલ માટે અસુવિધાજનક હતું, પરંતુ તેઓ ફોટોગ્રાફર્સ સામે જોઇને માત્ર હસતા રહ્યાં.

English summary
According to US President Donald Trump he has become President because of Twitter and the social media platform.
Please Wait while comments are loading...