For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વીટરનો બદલો લેવા ડોનાલ્ડ સોશિયલ મીડિયા પર કરશે વાપસી, લૉન્ચ કરશે ખુંદનું પ્લેફોર્મ

ટ્વીટરનો બદલો લેવા ડોનાલ્ડ સોશિયલ મીડિયા પર કરશે વાપસી, લૉન્ચ કરશે ખુંદનું પ્લેફોર્મ

|
Google Oneindia Gujarati News

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાની દુનિયાને હંમેશા માટે બદલી દેવાનો દાવો કર્યો છે. ટ્વીટથી બેન થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અપમાનનો બદલો લેવાનો ફેસલો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જલદી પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કરશે, જે બાદ તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાની દુિનયામાં બહુ જલદી જ મોટો ધમાકો કરશે.

આપણું હશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

આપણું હશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જલદી નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળશે. ટ્વીટરથી બેન થવું તેમના જીવનનો સૌથી મોટો આઘાત હતો તેથી તેઓ બર્દાસ્ત ના કરી શક્યા. પોતાના સમર્થકો સુધી વાત ના પહોંચાડી શકવાનો સૌથી વધુ અફસોસ અમેરિકાના પૂર્વ પ્રિસેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પને છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ખુદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવશે, જેના પર તેમને ક્યારેય પ્રેતિબંધનો ખતરો નહિ હોય. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ ફોક્સ ન્યૂઝ પર આ ખુલાસો કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાપસી કરવાનું એલાન

સોશિયલ મીડિયા પર વાપસી કરવાનું એલાન

ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા સમયથી એડવાઈઝર રહેલા જેસન મિલરે ફૉક્સ ન્યૂઝને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વાપસી કરવા જઈ રહ્યા છે. તેમાં 2થી 3 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નહિ આવે બલકે તેમણે પોતાનું પ્લેટફોર્મ બનાવવાનો ફેસલો કર્યો છે, અને નવા પ્લેટફોર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના લાખો સમર્થકો જોડાશે.

ડોનાલ્ડ ટ્મર્પના એડવાઈઝરે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીની ઘોષણા કરવાની સાથે જ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ખેલને સંપૂર્ણપણે બદલી નાખશે. આની સાથે જ તેમણે કહ્યું કે સૌકોઈ ઈંતેજાર કરી રહ્યા છે કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે અને તેમનું આગલું પગલું શું હશે, તો આ વખતે ટ્રમ્પે ખુદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કરવાનો વિચાર કરી લીધો છે.

કેટલીય કંપનીઓના સંપર્કમાં

કેટલીય કંપનીઓના સંપર્કમાં

ડોનાલ્ડ ટ્રમ્પના એડવાઈઝર મિલરે ફોક્સ ન્યૂઝને કહ્યું કે પૂર્વ પ્રેસિડેન્ટ સાથે કેટલીય કંપનીઓએ સંપર્ક કર્યો છે અને તેમની સાથે નવા પ્લેટફોર્મને લઈ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણું લોકપ્રિય થનાર છે. સૌકોઈ તેમને પસંદ કરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પના કારણે તેમના લાખો ફેન્સ તેમના નવા પ્લેટફોર્મ પર આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના એડવાઈઝરે આ ઘોષણા એવા સમયે કરી જ્યારે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટને ટ્વીટર અને ફેસબુક જેવા પ્લેટફોર્મથી હંમેશા માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરીએ અમેરિકાના કેપિટલ હિલ હિંસા પછી એક પછી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Sensexમાં ભારે ગિરાવટ, 313 અંક ગગડીને ખૂલ્યું માર્કેટSensexમાં ભારે ગિરાવટ, 313 અંક ગગડીને ખૂલ્યું માર્કેટ

English summary
Donald will return to social media to avenge Twitter, will launch his own platform
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X