Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Donald Trump: તમે એવું નહીં કરી શકતા વ્લાદિમીર, જો બાઈડન પર ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન વિશે કહીં આ વાત

Donald Trump Elon Musk Interview: ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પર આકરા પ્રહારો કર્યા છે, અને તેમને યુક્રેન પરના આક્રમણ માટે જવાબદાર ઠેરવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, જો બાઈડન રાષ્ટ્રપતિ ન હોત, તો રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ન હોત.

એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને પડકાર્યો ન હતો, અને તેના બદલે તેમની સાથે સંમત થયા હતા અને જણાવ્યું હતું કે, તમે એક ઉત્તમ મુદ્દો બનાવ્યો છે.

એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું ન હતું કે, યુદ્ધ રોકવા માટે તેમની પાસે શું યોજના છે?

રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક સાથેની એક ઈન્ટરવ્યુમાં દલીલ કરી હતી કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેના તેમના મજબૂત સંબંધો સંઘર્ષને અટકાવી શક્યા હોત.

Donald Trump Elon Musk Interview

પુતિન મારું સન્માન કરે છે - ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, પુતિન સાથે હું ખૂબ જ સારી રીતે વર્ત્યો અને તેમણે મારું સન્માન કર્યું છે. તેઓ વારંવાર પુતિન સાથે યુક્રેન વિશે વાત કરતા હતા અને તેમણે તેને પોતાની આંખનો તારો ગણાવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે પુતિનને પગલાં લેવા સામે ચેતવણી આપી હતી. મેં તેને (પુતિન) કહ્યું હતું કે, આ ન કરો. તમે આ ન કરી શકો, વ્લાદિમીર પુતિન.

ટ્રમ્પે કહ્યું, તેણે (પુતિને) ના કહ્યું અને મેં કહ્યું ઠીક.

ટ્રમ્પે એક સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેમણે પુતિનને યુક્રેન પર આક્રમણ કરવા સામે સલાહ આપી હતી.

પુતિનની સાથે કિમ જોંગ ઉનના પણ વખાણ કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું હતું કે, તેઓ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને જાણે છે. તેઓ બંને હોંશિયાર અને ક્રૂર છે. જ્યારે તેઓ કમલા હેરિસ અથવા સ્લીપી જોને જુએ છે, ત્યારે તેઓ વિશ્વાસ કરી શકતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન માટે તેમની લાંબા ગાળાની જાહેર સહાનુભૂતિ અને યુક્રેનને યુએસ સહાયની તેમની વારંવારની ટીકા માટે જાણીતા છે.

તાજેતરમાં તેમના પ્રમુખપદના અભિયાનમાં દાવો કર્યો હતો કે, જો તેઓ ચૂંટાય છે, તો તેઓ 24 કલાકમાં યુક્રેન યુદ્ધનો અંત લાવશે. જોકે, તેણે પોતાના પ્લાનની વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો છે.

મે 2023 માં, ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરમાં જણાવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય, તો તેઓ યુક્રેનને સંરક્ષણ સહાય ચાલુ રાખવાની બાંયધરી આપશે નહીં.

જો બાઈડેન સાથેની ચર્ચા દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનની યુદ્ધવિરામની શરતોને ફગાવી દીધી હતી.

તેમાં માંગ કરવામાં આવી હતી કે, યુક્રેન રશિયા દ્વારા આંશિક રીતે કબ્જે કરવામાં આવેલા ચાર પ્રદેશોને શરણે કરે અને નાટોમાં જોડાવાની તેની બિડ છોડી દે.

જેના પર ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ શરત તેમને સ્વીકાર્ય નથી.

જોકે, અગાઉના મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિમીઆ અને ડોનબાસને મોસ્કોને સોંપવા માટે યુક્રેન પર દબાણ કરીને રશિયાના યુદ્ધને સમાપ્ત કરવાનું ખાનગી રીતે સૂચન કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X