11300 વર્ષોમાં ક્યારેય આટલી ગરમ નથી થઇ ધરતી

વિશ્વભરમાં 73 શહેરોના આંકડાઓનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ હિમયુગની સમાપ્તિથી લઇને અત્યારસુધી ધરતીના તાપમાનની રૂપરેખા ફરીથી તૈયાર કરી છે અને સાથે જ ખુલાસો કર્યો છે કે ધરતીમાં છેલ્લા 11,300 વર્ષમાં 70-80 ટકા કાળમાં જેટલી ગરમી હતી, આજે તેનાથી પણ વધારે ગરમ છે.
આ અધ્યયનમાં મુખ્ય લેખક ઓરેગોન સ્ટેટ યૂનિવર્સિટીની કોલેજ ઓફ અર્થ, ઓસન અને એટમોસફેરિક સાયન્સના મારકોટે કહ્યું કે, અમે પહેલેથી જ જાણતા હતા કે વૈશ્વિક ક્ષેત્રે પૃથ્વી છેલ્લા 2000 વર્ષોની તુલનામાં આજે વધારે ગરમ છે. અમને એ પણ માલૂમ થયું છે કે તે 11,300 વર્ષમાં અધિકાંશ સમયની તુલનામાં આજે વધારે ગરમ છે.












Click it and Unblock the Notifications
