નેપાળમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ

Subscribe to Oneindia News

સોમવારે સવારે નેપાળના ઉત્તરી વિસ્તારમાં નામચી બજારમાં 18 કિમી દૂર ભૂકંપના ઝટકા લાગ્યા છે. આ ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. અત્યાર સુધી આ ભૂંકંપથી જાનમાલની હાનિના કોઇ સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળની રાજધાની કાઠમાંડુથી આશરે 130 કિમી દૂર રામેછાપ અને સોલુખુંબુ જિલ્લાની સીમા પર હતુ. ગયા અઠવાડિયા દરમિયાન ઘણા ભૂકંપ આવી ચૂક્યા છે. આવો જાણીએ ગયા અઠવાડિયે ક્યાં ક્યાં અને કેટલી તીવ્રતાના ભૂંકંપ આવ્યા.

earthquake

ચીનના જિંગજિયાંગ પ્રાંતમાં ભૂકંપ

25 નવેમ્બરે ચીનના દક્ષિણી પ્રાંતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દક્ષિણ ચીનના જિંગજિયાંગ વિસ્તારમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 10 કિમી હતુ. ભૂકંપનું કેન્દ્ર કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનની સીમા પાસે હતુ.

earthquake

અલ સલ્વાડોરમાં ભૂકંપ

પ્રશાંત મહાસાગરમાં આવેલ 7.2 ની તીવ્રતાના ભૂકંપે ગુરુવારે અલ સલ્વાડોર અને નિક્રાગુઆનને હલાવીને રાખી દીધુ હતુ. ત્યારબાદ સલ્વાડોર પ્રશાસને અગમચેતી રુપે સુનામી એલર્ટ જારી કરી દીધી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર અલ સલ્વાડોરથી આશરે 120 કિમી દૂર હતુ જે પ્રશાંત મહાસાગરમાં 33 કિમીના ઉંડાણમાં હતુ. આ ભૂકંપના ઝટકા મનાગુઆની રાજધાની નિક્રાગુઆનમાં પણ અનુભવાયા હતા.

earthquake

થોડા દિવસ પહેલા જાપાનમાં આવ્યો હતો ભૂકંપ

ઉત્તરી જાપાનમાં મંગળવારે 22 નવેમ્બરે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા હતા. ત્યારબાદ સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. જાપાન મીટરોલોજીકલ એજંસી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ મંગળવારે સવારે 1.4 મીટર સુધી ઉચી સુનામીની લહેરોને જાપાનના તટને સ્પર્શી ગયુ હતુ. ભૂકંપ આવ્યાના આશરે 2 કલાક બાદ સૌથી ઉચી સુનામીની લહેરો રેકોર્ડ કરવામાં આવી હતી. એજંસીના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમામાં જમીનથી આશરે 10 કિમી ઉંડાણમાં હતુ. જો કે આ ભૂકંપથી જાપાનમાં જાનમાલની કોઇ હાનિ થઇ નહોતી.

earthquake

તમને જણાવી દઇએ કે જાપાનમાં ભૂકંપ આવવો એ સામાન્ય બાબત છે. આ દુનિયાની એ જગ્યાઓમાંનો એક છે જ્યાં ભૂકંપ આવતા રહે છે. દુનિયાભરમાં 6 કે તેનાથી વધુ તીવ્રતાના આશરે 20% ભૂકંપ જાપાનમાં જ આવ્યા છે.

English summary
earthquake measuring 5.2 strikes panaoti of nepal
Please Wait while comments are loading...