For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન અને કિર્ગિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8

ચીન અને કિર્ગિસ્તાનમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Earthquake in China: ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરિનિયન સિસ્મિક સેન્ટરના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપના ઝટકા આજે સવારે 5.49 વાગે અનુભવાયા હતા. ચીન સાથે કિર્ગિસ્તાનમાં પણ સવારે 5.19 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

earthquake

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ચીનના સિચુઆન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 90થી વધુ લોકોના મોત થયા હતા. 25 લોકો ગુમ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. આ શક્તિશાળી ભૂકંપના કારણે સિચુઆન પ્રાંતની બિલ્ડિંગો હચમચી ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે ચીનના સિચુઆન પ્રાંતમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે જૂનમાં પણ સિચુઆનની પ્રાંતીય રાજધાનીથી ચેંગડુથી લગભગ 100 કિમી દૂર પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. વળી, તેની નજીકના વિસ્તારમાં પણ 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા.

English summary
Earthquake of 5.8 magnitude in China and Kyrgyzstan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X