7.7ની તીવ્રતાના ભૂકંપથી કાંપ્યો પ્રશાંત મહાસાગર, 3 દેશો માટે સુનામીની ચેતવણી
Earthquake: શુક્રવારે ન્યુ કેલેડોનિયાના દક્ષિણપૂર્વમાં પેસિફિક મહાસાગરમાં 7.7ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી તેમ યુએસ મોનિટરિંગ એજન્સીઓએ જણાવ્યુ હતુ. ભારે નુકશાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

યુએસ જીઓલોજિકલ સર્વિસે જણાવ્યુ હતુ કે ભૂકંપ 37 કિલોમીટરની ઊંડાઇએ જોવા મળ્યો હતો. ભૂકંપના ખતરનાક આંચકા બાદ ત્રણ દેશો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમાં વનુઆતુ, ફિજી, ન્યુ કેલેડોનિયાનો સમાવેશ થાય છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે એક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે ભૂકંપના પ્રારંભિક માપદંડોના આધારે, ભૂકંપના કેન્દ્રના 1,000 કિમીની અંદરના દરિયાકાંઠા માટે જોખમી સુનામી મોજા શક્ય છે. ભયગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
We are assessing whether the M7.7 SOUTHEAST OF LOYALTY ISLANDS earthquake poses any tsunami threat to New Zealand. If a tsunami has been generated it is not likely to arrive in New Zealand for at least 1 hour hours.
— National Emergency Management Agency (@NZcivildefence) May 19, 2023












Click it and Unblock the Notifications
