Morocco earthquake : મોરોક્કોમાં તબાહીંના મંજર, હજારથી વધુના મોતનો અંદાજ, તંત્ર એક્શમમાં
ભયાનક ભુકંપ બાદ મોકોક્કોમાં તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. ભુકંપમાં મોટી અંદાજે 1 હજારથી વધુ લોકોના મોતના અહેવાલ છે અને તંત્રએ કાટમાળ હટાવીને રસ્તાઓ ચોખ્ખા કરવા અભિયાન શરૂ કર્યુ છે.
અલ જઝીરાના એક અહેવાલ અનુસાર, મોરોક્કોમાંમાં મરાકેશ નજીક આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1,037 માર્યા ગયા છે અને 1,200 ઘાયલ થયા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અહેવાલ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના ઓકાઇમેડીનથી 56 કિમી દુર રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. હાલ બચાવ કામગીરી માટે રસ્તાઓ ખાલી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ભૂકંપ જમીનથી 18.5 કિમીની ઊંડાઈએ હતો. ભૂકંપની તીવ્રતાના કારણે દક્ષિણમાં સિદી ઇફ્નીથી ઉત્તરમાં રાબાત અને તેનાથી આગળ સુધી આંચકા અનુભવાયા છે.
મોરોક્કોના મુખ્ય આર્થિક કેન્દ્ર મારકેશથી 72 કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્ર હતુ. અલ જઝીરા અનુસાર, તુર્કી ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યુ છે કે, તેમણે મદદ માટે મેડિકલ, રાહત અને શોધ અને બચાવ એજન્સીઓના 205 સભ્યોને એલર્ટ પર રાખ્યા છે. બીજી તરફ ભારતથી પીએમ મોદીએ ભુકંપથી થયેલી જાનહાનિને લઈને શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ ઘડીમાં મારી સહાનુભુતિ મોરોક્કોના લોકો સાથે છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સારા થઈ જાય. આ મુશ્કેલ સમયમાં ભારત મોરોક્કોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.












Click it and Unblock the Notifications
