એફિલ ટાવરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, પ્રવાસીઓને બહાર કઢાયા, હડકંપ મચ્યો
સેન્ટ્રલ પેરિસમાં આવેલા એફિલ ટાવરને શનિવારે બોમ્બના અહેવાલ બાદ ખાલી કરાવવામાં આવ્યો હતો. તેના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા છે. તે વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલ પર્યટન સ્થળોમાંનું એક છે. ગયા વર્ષે તેણે 6.2 મિલિયન મુસાફરોને આકર્ષ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એફિલ ટાવરને બોમ્બની ધમકી આપવામાં આવી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેને ખાલી કરાવવામાં આવ્યુ છે. તેમજ શનિવાર સુધી સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
એફિલ ટાવરનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે બોમ્બ નિકાલ નિષ્ણાતો તેમજ પોલીસ એક માળ પર સ્થિત એક રેસ્ટોરન્ટ સહિત વિસ્તારની શોધ કરી રહી છે, ફ્રાન્સ 24 ના અહેવાલમાં જણાવાયું છે કે આવી પરિસ્થિતિમાં આ સામાન્ય પ્રક્રિયા છે.












Click it and Unblock the Notifications
