આ છે 83 વર્ષના સૌથી વયોવૃદ્ધ બોડી બિલ્ડર

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સોમવારે આયોજિત વર્લ્ડ ફિટનેસ ફેડરેશન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં મૂને ફરી એકવાર પોતાની સુડોળ માંસપેશિઓનો ઝલવે વિખેર્યો. તેમના જોશ અને જુસ્સો જોઇને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ દંગ રહી ગઇ.
કેન્સર સામે ઝજૂમ્યા પછી પહેલી વાર તે સ્ટેજ પર પરત ફર્યા હતા. પોતાના બે વર્ષના આંશિક રિટાયરમેન્ટ બાદ પરત ફરેલા મૂને વિશ્વને બતાવી દીધુ કે તે કોઇનાથી કમ નથી. એટલું જ નહી તેમે 35 શ્રેણીમાં પ્રતિયોગીઓને ટક્કર આપી.
જો કે મૂન પ્રતિયોગિતા જીતી શક્યા નહીં, પરંતુ તેમને વયોવૃદ્ધ બોડી બિલ્ડર પ્રિતયોગી હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેમણે તાજેતરમાં બોડી બિલ્ડિંગ છોડી દેવી પડી હતી, કારણ કે કેન્સરની બિમારીથી તે ઝજૂમી રહ્યા હતા, પરંતુ જેમ બની શકે તેમ તેમણે ફરી એકવાર ડમ્બલ્સ પોતાના હાથમાં લીધા જેથી તે પ્રતિયોગિતાની તૈયારી કરી શકે.












Click it and Unblock the Notifications
