For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન - તાઇવાન વચ્ચે શાંતિદુત બનવા માંગે છે એલોન મસ્ક, બન્ને સામે રાખ્યો આ પ્રસ્તાવ

એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે પણ ડીલ કરી હતી જે બાદ તેઓઓ પોતાનો નિર્ણય પણ બદલ્યો હતો. હવે એલોન મસ્કે ચીન અને તાઇવાનને શાંતિ સ્થાપવા માટે એક પ્રસ્તાવ આ

|
Google Oneindia Gujarati News

એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે પણ ડીલ કરી હતી જે બાદ તેઓઓ પોતાનો નિર્ણય પણ બદલ્યો હતો. હવે એલોન મસ્કે ચીન અને તાઇવાનને શાંતિ સ્થાપવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે.

શાંતિદુત બનવા માંગે છે મસ્ક

શાંતિદુત બનવા માંગે છે મસ્ક

એલોન મસ્કે ગયા અઠવાડિયે કહ્યું હતું કે યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે પૂર્વ યુક્રેનના ચાર રાજ્યોમાં જનમત સંગ્રહ થવો જોઈએ, જેના પર રશિયાનો કબજો છે, સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ. એલોન મસ્કના આ નિવેદન પર યુક્રેન ગુસ્સે ભરાયું હતું અને યુક્રેનના રાજદૂતે ટ્વિટર પર એલોન મસ્કને ખરીખોટી સંભળાવી હતી. હવે એવું લાગે છે કે આ બધી બાબતોથી મસ્કને કોઈ ફરક પડતો નથી, તેથી હવે તેણે ચીન-તાઈવાન વિવાદ પર શાંતિ સમાધાન માટે મોટો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનિય છેકે એલોન મસ્કના પ્રસ્તાવથી ચીન ખૂબ જ ખુશ થશે અને તાઈવાનમાં તેનો વિરોધ કરવામાં આવશે. ઈલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે આ તણાવને ઓછો કરવા માટે તાઈવાનનો કેટલોક નિયંત્રણ ચીનને સોંપવો જોઈએ અને તેનાથી વિવાદ ઉકેલાઈ શકે છે.

શું છે અલોન મસ્કનો પ્રસ્તાવ?

શું છે અલોન મસ્કનો પ્રસ્તાવ?

ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં એલોન મસ્કએ કહ્યું, "મારી ભલામણ તાઇવાન માટે એક વિશેષ વહીવટી વિસ્તાર શોધવાની રહેશે, જે વ્યાજબી રીતે સારું છે, જો કે આ કદાચ દરેકને ખુશ કરશે નહીં". તમને જણાવી દઈએ કે એલોન મસ્કએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમને ચીન વિશે પૂછવામાં આવ્યું કે જ્યાં તેમની કાર કંપની ટેસ્લાનો સૌથી મોટો બિઝનેસ છે અને ચીનના સૌથી મોટા ઔદ્યોગિક શહેર શાંઘાઈમાં એલોન મસ્કની કાર કંપની છે. આ કંપની ટેસ્લાની સૌથી મોટી ફેક્ટરી છે. એવું માનવામાં આવે છે કે એલન મસ્કની આ ટિપ્પણી ચીનને ખુશ કરવા માટે છે અને અમેરિકાની નીતિની વિરુદ્ધ છે. બેઇજિંગે હંમેશા લોકતાંત્રિક રીતે શાસિત તાઇવાન પર દાવો કર્યો છે, અને ચીનનુ કહેવુ છેકે તાઇવાન પણ એક પ્રાંત છે, જ્યારે તાઇવાન પોતાને એક સાર્વભૌમ દેશ તરીકે ગણાવે છે.

ચીન અડગ

ચીન અડગ

ચીને તાઈવાનને પોતાની સાથે જોડવાની પ્રતિજ્ઞા લીધી છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ કહ્યું છેકે તે તાઈવાન સામે લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાનો પણ ઇશારો કર્યો છે. તાઈવાનની સરકારે ચીનના સાર્વભૌમત્વના દાવા સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે ટાપુના 23 મિલિયન લોકોને જ તાઈવાનનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. એલોન મસ્કએ કહ્યું કે મને ખરેખર લાગે છે કે તેમની પાસે હોંગકોંગ કરતાં વધુ ઉદાર સિસ્ટમ હોઈ શકે છે.' ગયા વર્ષે, શાંઘાઈ ફેક્ટરીએ ટેસ્લાની લગભગ અડધી વૈશ્વિક ડિલિવરીનું ઉત્પાદન કર્યું હતું. મસ્કે એમ પણ કહ્યું કે ચીને ખાતરી માંગી છે કે તે તેની સ્પેસએક્સ રોકેટ કંપનીની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ત્યાં ઓફર કરશે નહીં.

બિઝનેસમાં નુકશાનની વાત માની

બિઝનેસમાં નુકશાનની વાત માની

એલોન મસ્કે ઇન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે તાઇવાન પર સંઘર્ષ અનિવાર્ય હતો અને તેની સંભવિત અસર માત્ર ટેસ્લા માટે જ નહીં, પણ iPhone નિર્માતા Apple Inc. અને વ્યાપક અર્થતંત્ર માટે ચેતવણી આપી હતી. જો કે, તેમણે ઇન્ટરવ્યુમાં તેમની ટિપ્પણી વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. એલોન મસ્ક તેના વિવાદાસ્પદ ટ્વીટ અને નિવેદનોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને ગયા અઠવાડિયે જ તેણે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે ક્રિમિયા રશિયાને સોંપી દેવુ જોઈએ અને રશિયાએ યુક્રેનના ચાર પ્રાંતોમાં જનમત મેળવ્યો હતો, તે લોકમત હેઠળ થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ અને લોકમત અનુસાર નિર્ણય લેવામાં આવે, જેથી યુક્રેનમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

English summary
Alan Musk made this proposal to establish peace between China and Taiwan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X