Video : એલોન મસ્કનું મહત્વકાંક્ષી સ્ટારશિપ રોકેટ બીજા પ્રયાસમાં પણ નિષ્ફળ, લોન્ચ બાદ તરજ ત બ્લાસ્ટ થયુ
દુનિયાને મંગળ પર લઈ જવાના સપના જોતા એલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો છે. આજે લોન્ચ કરાયેલું સ્ટારશિપ રોકેટ લોંચ થતા જ બ્લાસ્ટ થઈ ગયુ હતું. આ બીજો પ્રયાસ હતો અને બીજા પ્રયાસમાં પણ સ્ટારશિપનું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે.
સ્ટારશિપનો આ ઓર્બિટલ ટેસ્ટ હતો. સ્ટારશિપને ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે ટેક્સાસમાં બોકા ચિકા ફેસિલિટીથી ટેસ્ટ ફ્લાઈટ માટે લોન્ચ કરાયુ હતું. પ્રક્ષેપણ પછી શરૂઆતમાં બધુ યોગ્ય હતું પરંતુ કક્ષામાં પહોંચતા પહેલા કોઈ ખામી સર્જાતા બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ થતા રોકેટના હવામાં જ ટુકડા થઈ ગયા હતા. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, સ્ટારશિપ સાથે જે થયુ તેને રેપિડ અનપ્લાન્ડ ડિસએસેમ્બલી કહેવામાં આવે છે. આ રોકેટ લોન્ચિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે આ રોકેટ લોન્ચ પછી રોકેટ એક ઉંચાઈએ પહોંચ્યુ હતું. પરંતુ અચાનક તેમાં બ્લાસ્ટ થયો. એલોન મસ્ક માટે આ મોટો ફટકો મનાઈ રહ્યો છે. જો કે સ્પેસએક્સે આ સ્ટારશિપના અસફળ લોન્ચિંગ પછી પણ પ્રયાસની પ્રશંસા કરી છે.
The tallest and most powerful rocket ever built launching. The liftoff of SpaceX Starship pic.twitter.com/meav59yVmn
— Massimo (@Rainmaker1973) April 20, 2023
કંપનીએ જણાવ્યુ કે, ટીમ ડેટાની સમીક્ષા યથાવત રાખશે અને આગામી ફ્લાઇટ ટેસ્ટ માટે કામ કરશે. સ્ટારશિપની નિષ્ફળતા પછી કર્મચારીઓ SpaceX હેડક્વાર્ટરમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા. લોન્ચપેડ પરથી રોકેટ ઉડવુ એ જ એક મોટી સફળતા છે.
અહીં તમને જણાવી દઈએ કે, સ્પેસએક્સનું સ્ટારશીપ રોકેટ આ પહેલા 17 એપ્રિલે ભારતીય સમય અનુસાર સાંજે 6.50 વાગ્યે લોન્ચ કરવાનું હતું પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
સ્પેસએક્સના સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને આ મોટા રોકેટને જોડીને તેમને સ્ટારશિપ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટારશિપ એક સાથે 100 લોકોને મંગળ પર લઈ જઈ શકશે. તે એક કલાકથી પણ ઓછા સમયમાં માનવીને વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડી શકે છે.
સ્ટારશિપ દુનિયાનુ સૌથી મોટું રોકેટ છે. તેની ઊંચાઈ 394 ફૂટ અને પહોળાઈ 29.5 ફૂટ છે. આ રોકેટ બે ભાગમાં વહેંચાયેલું છે. ઉપરના ભાગની ઊંચાઈ 164 ફૂટ છે અને 1200 ટન ઈંધણ તેમાં રહે છે.
આ રોકેટના બીજા ભાગની ઊંચાઈ 226 ફૂટ છે. આ ફરીથી વાપરી શકાય તેવું છે. આ સ્ટારશિપને ઊંચાઈ પર લઈ જશે અને પાછું આવશે. તેણાં 3400 ટન ઈંધણ રહે છે અને 33 રેપ્ટર એન્જિનથી સંચાલિત છે.
સ્પેશએક્સે NASA સાથે લગભગ 3 બિલિયન ડોલરના કરાર પર કર્યા છે. આનાથી નાસાના આર્ટેમિસ મૂન પ્રોગ્રામમાં સ્ટારશિપનો ઉપયોગ કરવામાં આવશે. સ્પેસએક્સ અને નાસા સાથે મળીને એસએલએસ રોકેટ અને ઓરિયન કેપ્સ્યુલ દ્વારા અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર પહોંચાડશે.












Click it and Unblock the Notifications
