એલોન મસ્કના સ્ટારશિપનું લોન્ચિંગ અટવાયુ, ટેકનિકલ ખરાબીને કારણે અંતિમ સમયે લોંચ કેન્સલ
દુનિયાને મંગળ પર વસાવવાના સપના દેખાડનારા એલોન મસ્કના મહત્વકાંક્ષી રોકેટ સ્ટારશિપનું લોન્ચિંગ અંતિમ સમયે રોકી દેવાયુ છે. રિપોર્ટ અનુસાર, લોંચ પહેલા અંતિમ સમયે કોઈ ખામી સર્જાતા આ લોંચ કેન્સલ કરાયુ છે. જો કે બીજી તરફ એ પણ દાવો કરાયો છે કે આ ખામીને દુર કરી દેવાઈ છે. હવે લોંચ માટે શિડ્યુઅલ જાહેર કરાશે.
ઉદ્યોગપતિ એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ સોમવારે ટેક્સાસમાં ખાનગી ખર્ચે ગલ્ફ કોસ્ટ પર વિશાળ અને શક્તિશાળી સ્ટારશિપ રોકેટને અવકાશમાં લોન્ચ કરવાની હતી. જો કે રોકેટ લોંચ થાય તે પહેલા જ લોન્ચિંગ કેન્સલ કરાયુ હતું.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રોકેટના વધુ દબાણમાં સમસ્યાને કારણે લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ અંતિમ પ્રક્ષેપણના બરાબર 15 મિનિટ પહેલા લેવામાં આવ્યું હતું.
સ્પેસએક્સના શક્તિશાળી રોકેટ સ્ટારશિપની ટીમમાં સામેલ એક્સપર્ટ કેટ ટાઈસે કહ્યું કે, કંપનીને બીજો પ્રયાસ કરવામાં ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગશે. બુધવારે ફરી પ્રયાસ કરાઈ શકે છે. ટાઈસે કહ્યું કે, બીજા પ્રયાસનો સમય સ્પષ્ટ નથી. આ તેના પર નિર્ભર રહેશે કે સોમવારે કંપની રોકેટના હાઈ પ્રેસરની સમસ્યાનું કારણ શોધવામાં કેટલો સમય લે છે.
સ્ટારશીપ કાર્ગો અને લોકોને પૃથ્વી પરથી મંગળ જેવા ગ્રહો પર પરિવહન કરવા માટે ડિઝાઇન કરાઈ છે. અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાની નાસાની યોજના માટે આ રોકેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બે વર્ષ પહેલાં SpaceX એ NASA સાથે લગભગ 3 બિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી સ્ટારશિપનો ચંદ્ર લેન્ડર તરીકે ઉપયોગ કરી શકાય.
નાસાના આર્ટેમિસ મૂન પ્રોગ્રામના ભાગ રૂપે સ્ટારશિપનો ઉપયોગ કરવામાં આવશે. સ્પેસએક્સ અને નાસા સાથે મળીને એસએલએસ રોકેટ અને ઓરિયન કેપ્સ્યુલ દ્વારા અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર લઈ જશે.












Click it and Unblock the Notifications
