For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલન મસ્કે ટ્વિટર કર્યુ ટેકઓવર, CEO પરાગ અગ્રવાલ સહિત ઘણા મોટા અધિકારીઓને કાઢ્યાઃ રિપોર્ટ

એલન મસ્કે ટ્વિટર ટેક ઓવર કરવા સાથે જ કંપનીના મોટા અધિકારીઓને કાઢી મૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

સેન ફ્રાંસિસકોઃ એલન મસ્કે ટ્વિટર ટેક ઓવર કરવા સાથે જ કંપનીના મોટા અધિકારીઓને કાઢી મૂક્યા છે. વૉશિગ્ટન પોસ્ટ અને સીએનબીસીએ અજ્ઞાત સૂત્રોને ટાંકીને કહ્યુ કે અબજપતિ એલન મસ્કે ટ્વિટર અધિગ્રહણ કરતાં જ મુખ્ય કાર્યકારી સીઈઓ પરાગ અગ્રવાલ અને ચીફ ફાઈન્સાસિયલ ઑફસર નેડ સહેગલને બહાર કરી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ પરાગ અગ્રવાલ અને ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર નેડ સેહગલે 'કંપનીનુ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટર છોડી દીધુ છે અને કહ્યુ છે કે હવે તેઓ પાછા નહીં આવે.'

Elon Musk

એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડૉલરની ડીલ કરી છે. CEO પરાગ અગ્રવાલ અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર નેડ સેહગલ ઉપરાંત, પૉલિસી હેડ વિજયા ગડ્ડે, જર્નલ કાઉન્સેલ સીન એજેટ પણ કંપની છોડી રહ્યા છે તેમ બ્લૂમબર્ગે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કના ટ્વિટર ટેકઓવર બાદ આ તમામ લોકોને કાઢવામાં આવ્યા છે.

ટ્વિટર અધિગ્રહણ સોદા પહેલા સેન ફ્રાંસિસકો સ્થિત ટ્વિટરના મુખ્યાલયની એલન મસ્કે બુધવારે પણ મુલાકાત લીધી હતી. તેમણે પોતાની યાત્રાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તેઓ એક સિંક માટે ટ્વિટરના મુખ્યાલયમાં ફરી રહ્યા હતા અને ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા. મસ્કે ટ્વિટ કરીને ટ્વિટરના કર્મચારીઓના વખાણ પણ કર્યા અને કહ્યુ કે તે ત્યાં કેટલાક શાનદાર કર્મચારીઓને મળ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ એલન મસ્કે બુધવારે માઇક્રો-બ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર ઇન્ક લૉન્ચ કરી છે. કંપનીના કર્મચારીઓને કહ્યુ કે કંપની સંભાળ્યા પછી કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તેમની કોઈ યોજના નથી.

તમને જણાવી દઈએ કે અમેરિકાની ડેલવેર કોર્ટે એલન મસ્ક અને ટ્વિટરની કાનૂની લડાઈ પર વિરામ લગાવતા ટ્વિટર ખરીદીનો સોદો પૂર્ણ કરવા માટે 28 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઇન્કને ખરીદવા માટે ફરીથી સક્રિય થયા અને તેમણે હવે સોદો પૂર્ણ કર્યો છે.

English summary
Elon Musk takes over Twitter and fired top officials including CEO Parag Agrawal: Reports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X