ઈમેનુએલ મેક્રોંએ ચૂંટણી જીતી, બીજી વાર ફ્રાંસના રાષ્ટ્રપતિ ચૂંટાયા
ઈમેનુએલ મેક્રોંએ ફ્રાંસના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે.
મુંબઈઃ ઈમેનુએલ મેક્રોંએ ફ્રાંસના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. મેક્રોંએ પોતાના હરીફ મરીન લે પેનને હરાવીને સતત બીજી વાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી છે. મેક્રોંના સમર્થક પરિણામો બાદ ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે. 44 વર્ષના મેક્રોં ફ્રાંસના ત્રીજા રાષ્ટ્રપતિ છે જેમણે બીજો કાર્યકાળ મેળવવામાં સફળતા મેળવી છે.

ફ્રાંસમાં રાષ્ટ્રપતિ પદ માટે બે તબક્કામાં મત આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે બીજા અને અંતિમ તબક્કાનુ મતદાન થયુ. ત્યારબાદ મતોની ગણતરી શરુ કરી દેવામાં આવી. મેક્રોં જીત તરફ આગળ વધ્યા બાદ ફ્રાંસના દક્ષિણપંથી નેતા મરીન લે પેને હાર સ્વીકારી લીધી છે.
ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના બીજા તબક્કામાં ઈમેનુએલ મેક્રોંએ લગભગ 58 ટકા વોટ મેળવ્યા છે. વળી, નેશનલ રેલી પાર્ટીના નેતા મરીન લે પેનને લગભગ 42 ટકા વોટ મળ્યા છે. વળી, પહેલા તબક્કામાં મેક્રોં 28 ટકા અને પેનને 23 ટકા વોટ મળ્યા હતા. આ પહેલા 2017માં થયેલી ચૂંટણીમાં મેક્રોં 66 ટકા અને લે પેનને 33.9 ટકા વોટ મળ્યા હતા.












Click it and Unblock the Notifications
