ઓસામાના ઘરે એબટાબાદમાં બનશે મનોરંજન પાર્ક

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હિમાલયની તળેટીમાં વસેલા એબટાબાદમાં મનોરંજન પાર્કનું નિર્માણ ખાનગી કંપની કરશે. તેમાં ચિડિયાઘર, વોટર સ્પોર્ટ્સ, મિની ગોલ્ફ કોર્સ, રોક ક્લાઇબિંગ વગેરેની વ્યવસ્થા હશે. આ પરિયોજનાને આખા દેશમાં પાંચ વર્ષનો સમય લાગશે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ખૈબર પખ્નખ્વાહમાં પર્યટન અને ખેલમંત્રી સૈયદ અકીલ શાહે જણાવ્યું કે આ મનોરંજન પાર્કમાં પહેલા ચરણનું કામ 50 એકરથી શરૂ થશે પરંતુ બાદમાં તે 500 એકરમાં ફેલાશે.
મે, 2011માં એબટાબાદ એ સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે અમરિકી સીલ કમાન્ડોએ અલકાયદાના ઓસામા બિન લાદેનને તેના ઘરમાં ઘુસીને મારી નાંખ્યો હતો. ઓસામાના ઘર નજીક જ પાકિસ્તાની સેનાની એકેડમી છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. અમેરિકન અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાની જાસૂસી સંસ્થાએ ઓસામાને શરણ આપ્યું છે. જો કે, પાકિસ્તાન સરકારે તેનું ખંડન કર્યું હતું.
અમેરિકાએ પાકિસ્તાનને આ અંગે કહ્યું હતું કે તે કેવી રીતે બની શકે કે ઓસામા પાકિસ્તાનના રેહવાસી વિસ્તારમાં આટલા વર્ષોથી રહી રહ્યો હતો અને પાકિસ્તાન સરકારને તેની જાણ સુદ્ધા નહોતી.












Click it and Unblock the Notifications
