For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facebookએ આ વર્ષે બંધ કર્યા 5.4 અબજ અકાઉન્ટ્સ, આ છે મોટુ કારણ

દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે આ વર્ષે 5.4 અબજ અકાઉન્ટ્સ બંધ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે આ વર્ષે 5.4 અબજ અકાઉન્ટ્સ બંધ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી બુધવારે જારી કરવામાં આવેલ લેટેસ્ટ રિપોર્ટમાં આની પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અફવાઓ અને તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાથી રોકવા માટે કંપનીએ આ પગલુ ઉઠાવ્યુ છે.

5.4 અબજ નકલી અકાઉન્ટ્સ બંધ

5.4 અબજ નકલી અકાઉન્ટ્સ બંધ

ફેસબુકે આ વિશે કહ્યુ છે કે અમે ખોટા અને અભદ્રતા ફેલાવતા અકાઉન્ટ્સની ઓળખ કરે તેને બ્લૉક કરવાની પોતાની ક્ષમતાઓને વધુ સારી કરી છે. કંપનીનું કહેવુ છે કે રોજ આ રીતો દ્વારા લાખો અકાઉન્ટ્સની ઓળખ કરવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. ફેસબુકનુ માનવુ છે કે ફેક અકાઉન્ટસ દ્વારા કોઈ વ્યક્તિ એવો હોવાનો દાવો કરે છે જે વાસ્તવમાં એ નથી. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે તે સામાજિક અને રાજકીય એજન્ડા માટે લોકોને છેતરનારા અકાઉન્ટસની ઓળખ કરીને તેને બંધ કરવા પર જોર આપી રહ્યા છે.

વધી રહી છે ફેક અકાઉન્ટસની ચકાસણી

વધી રહી છે ફેક અકાઉન્ટસની ચકાસણી

આ રિપોર્ટમાં સરકારો તરફથી યુધર્સના અકાઉન્ટસની માહિતી માંગવા પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અમેરિકા તરફથી સૌથી વધુ યુઝર્સની માહિતી માંગવામાં આવી છે. ત્યારબાદ ભારત, બ્રિટન, જર્મની અને ફ્રાંસ છે. અમેરિકાએ આ વિશે 50,741 આવેદન મોકલ્યા છે જેમાં 82,461 અકાઉન્ટ્સની માહિતી માંગવામાં આવી છે. ફેસબુકે કહ્યુ કે સરકારો દ્વારા આવેલા દરેક આવેદનની કાયદાકીય ચકાસણી કરવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે તે સાચા હોય.

આ પણ વાંચોઃ સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવઆ પણ વાંચોઃ સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવ

નુકશાન પહોંચાડતુ કટેન્ટ મોટી માત્રામાં હાજર

નુકશાન પહોંચાડતુ કટેન્ટ મોટી માત્રામાં હાજર

કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે બાળકો સાથે જોડાયેલી અશ્લીલ પોસ્ટ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોતાને નુકશાન પહોંચાડતુ કન્ટેન્ટ મોટી માત્રામાં છે જેને હટાવવામાં આવી રહ્યુ છે. આ કડીમાં એવા અકાઉન્ટ્સ હંમેશા માટે ડિલીટ કરવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટમાં આતંકવાદ, નફરત, સુસાઈડ, ચાઈલ્ડ અબ્યુઝ અને ડ્રગ સાથે સંબંધિત ફેસબુક પોસ્ટના ઉકેલ માટેની રીતો વિશે પણ બતાવવામાં આવ્યુ છે. ફેસબુકે કહ્યુ કે ટેકનિક એકદમ પ્રભાવશાળી નથી અને ભૂલો થઈ શકે છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 2 બિલિયનથી વધુ અકાઉન્ટ્સ બંધ કર્યા હતા.

English summary
Facebook shut down 5.4 billion fake accounts this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X