For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact Check

Coronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact Check

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ કોરોનાવાઈરસના નામે હાલ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ શેર તઈ રહી છે જેનું હકીકત સાથે કંઈ લેવાદેવા નથી. આવી જ એક પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિને કોરોનાને પગલે લોકોને ઘરમાં કેદ કરવા માટે રસ્તા પર 800 સિંહને ખુલ્લા છોડી મૂક્યા છે. વૉટ્સએપથી લઈ ફેસબુક અનેટ્વિટર પર આ ફોટો ભારે શેર થઈ રહ્યો છે. જ્યારે સચ્ચાઈ એ નથી જે લોકો જણાવી રહ્યા હોય. આ એક ફેક ન્યૂજ છે અને જાણો તેની સાચી ખબર શું છે.

પુતિને આવો કોઈ ઓર્ડર નથી આપ્યો

પુતિને આવો કોઈ ઓર્ડર નથી આપ્યો

રશિયામાં પુતિન કે તેમના એડમિનિસ્ટ્રેશન તરફથી આવા પ્રકારનો કોઈપણ આદેશ આપવામાં આવ્યો નથી. જે તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે, તે વર્ષ 2016ની છે અને રશિયા નહિ બલકે સાઉથ આફ્રિકાની છે. જે ફોટો ટ્વિટર પર શેર થઈ રહ્યો છે તે મુજબ પ્રેસિડેન્ટ પુતિને લોકોને બે વિકલ્પ આપ્યા છે, કાં તો 15 દિવસનો ક્વારંટાઈન તોડવા પર તેઓ પાંચ વર્ષની જેલની સજા માટે તૈયાર રહે નહિતર બે અઠવાડિયા માટે ઘરમાં રહે. આ જાણકારી પણ સંપૂર્ણપણે ખોટી છે. સોશિયલ મીડિયા પર આ મેસેજ તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

વર્ષ 2016 સાઉથ આફ્રિકાનો મામલો

વર્ષ 2016 સાઉથ આફ્રિકાનો મામલો

આ ફોટોગ્રાફ સાઉથ આફ્રિકાનો છે જ્યારે એપ્રિલ 2016માં જોહાનિસબર્ગના લાયન પાર્કના એક સિંહને માનવ વસ્તીવાળા વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો. આ સિંહનું નામ કોલંબસ હતુ અને અડધી રાતે ગલીઓમાં રખડા સિંહને જોઈ સ્થાનિકો પણ દંગ રહી ગયા હતા. કેટલાય કલાકો સુધી કોલંબસે જોહાનિસબર્ગમાં ઉધમ મચાવવી બાદમાં તે એક કાર પર જઈને ચઢી ગયો હતો. જે બાદ આસપાસના નાગરિકોએ તેનો વીડિોય બનાવ્યો હતો. કોલંબસને એટલા માટે લાવવામાં આવ્યો હતો જેથી અન્ય જાનવરોને દૂર રાખી શકાય. લોકોએ જેના કેટલાય ફોટો ક્લિક કર્યા અને ભારે વીડિયો પણ ઉતાર્યા.

રશિયામાં કોરોનાના 367 મામલા

રશિયામાં કોરોનાના 367 મામલા

રશિયામાં હાલ કોરોનાના 367 મામલા સામે આવ્યા છે. 16 લોકો ઠીક થઈ ચૂક્યા છે તો એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે. દેના કેટલાય ભાગોમાં કોરોનાવાઈરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. રશિયાની સેના તરફથી રવિવારે કોરોનાનો સૌથી ખરાબ માર સહન કરી રહેલ ઈટલી માટે પણ મદદ મોકલી છે. રશિયન મિલેટ્રી તરફથી ઈટલીને ડૉક્ટરી મદદ મોકલવામાં આવી છે. રશિયાના રક્ષામંત્રી તરફથી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

રશિયાના આંકડાઓ પર વિશેષજ્ઞોને શક

રશિયાના આંકડાઓ પર વિશેષજ્ઞોને શક

રશિયાની વસ્તી 15 કરોડ છે છતાં અહીં ઓછા કેસ હોવાથી સૌકોઈ આશ્ચર્યચકિત છે. પુતિને પાછલા દિવસોમાં કહ્યું હતું કે તેમના દેશમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને બીમારીથી બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ કોઈપણ તેમના દાવાને માનવા માટે તૈયાર નથી. રશિયાની સીમાઓ ચીનને અડેલી છે અને જાન્યુઆરીમાં અહીં કોરોનાવાઈરસનો પહેલો મામલો સામે આવ્યો હતો. દુનિયાબરમાં આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 14688 લોકોના મોત થઈ ચૂ્યા છે. 338947 લોકો આનાથી સંક્રમિત ચે અને 99011 લોકો ઠીક થઈ ચૂક્યા છે.

Coronavirus સામેની જંગમાં મદદ માટે વધુ એક ઉદ્યોગપતિ આગળ આવ્યા, અનિલ અગ્રવાલ આપશે 100 કરોડCoronavirus સામેની જંગમાં મદદ માટે વધુ એક ઉદ્યોગપતિ આગળ આવ્યા, અનિલ અગ્રવાલ આપશે 100 કરોડ

English summary
Fact Check: Has Vladimir Putin released lions and tigers on streets in Russia to keep people quarantined amid Coronavirus outbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X