For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીથી ડરી ગયો દાઉદ ઇબ્રાહીમ, બદલ્યું ઠેકાણું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે: નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાને ધ્યાનમાં રાખતાં તેમનો ડર ક્રાઇમના મોટા આકાઓના માથે બોલીને લાગવા લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાનો ડર પાકિસ્તાનમાં બેઠેલા અને 1993 મુંબઇ હુમલાના ગુનેગાર દાઉદ ઇબ્રાહિમને પણ સતાવી રહ્યો છે અને આ ડરથી તેને પોતાનું ઠેકાણું બદલી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાનું ઠેકાણું અફધાનિસ્તાન-પાકિસ્તાનની સીમા પર બનાવ્યું છે અને તે અહીં રહી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગુજરાતી ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો તે દાઉદ ઇબ્રાહીમને પાકિસ્તાનથી પરત લાવશે. આ રિપોર્ટ અનુસાર ગુપ્તચર એજન્સીની એક એકમનું એવું માનવું છે કે નરેન્દ્ર મોદી ધમાકેદાર જીતની સાથે કેન્દ્રની સત્તા પર બિરાજમાન થઇ છે અને એવામાં તે 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમને પકડવાનો દરેક પ્રયત્ન કરશે.

રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઇબ્રાહીમને પોતાના વિરૂદ્ધ કમાંડો ઓપરેશનનો પણ ડર છે જેવી રીતે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન વિરૂદ્ધ અમેરિકાએ કર્યું હતું. આ ઓપરેશનમાં અમેરિકાએ ગોપનીય રીતે પાકિસ્તાનના ઓટાબાબાદમાં રહી રહેલા અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો અને કોઇને કાનોકાન ખબર પણ ન પડી. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને લઇને ડરના લીધે મુંબઇથી કેટલાક અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અપરાધી ભાગી ગયા છે.

narendra-modi-dawood-ibrahim

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ માફિયાથી આતંકવાદી બનેલા ભગોડા દાઉદ ઇબ્રાહીમે ક્રાઇમની દુનિયામાં પગ 70ના દાયકાના અંતમાં મુક્યો હતો. ત્યારે તે સોનાની તસ્કરી કરતો હતો. દાઉદ ઇબ્રાહીમ શરૂઆતમાં હાજી મસ્તાન ગેંગમાં પણ હતો. પછી દાઉદ ઇબ્રાહીમ પોતે ગેંગ ઉભી કરી દિધી. સોનાની તસ્કરી કરતાં કરતાં દાઉદ ડ્રગ્સ, અપહરણ, ખંડણી અને હવાલાના વેપારમાં ઉતરી ગયો. 1993 બોમ્બ બ્લાસ્ટની પાછળ દાઉદ ઇબ્રાહીમનો મોટો હાથ હતો, બ્લાસ્ટના આરોપીઓમાં દાઉદ ઇબ્રાહીમનું પણ નામ છે.

દાઉદ ઇબ્રાહીમ પર એ પણ આરોપ છે તેને વર્ષ 2008માં મુંબઇ હુમલામાં પણ આતંકવાદીઓની મદદ કરી હતી. દાઉદ ઇબ્રાહીમ પર અલકાયદા અને લશ્કર-એ-તૈયબા જેવા મોટા આતંકવાદી સંગઠનોની મદદનો પણ આરોપ છે. અમેરિકાએ દાઉદ ઇબ્રાહીમને ગ્લોબલ આતંકવાદીઓની યાદીમાં છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદ ઇબ્રાહીમ લગભગ 20 વર્ષોથી પાકિસ્તાનમાં છે, પરંતુ અત્યાર સુધી ભારત સરકાર અને દુનિયાની પોલીસ દાઉદને પકડી શકી નથી, કારણ કે લાદેનની જેમ દાઉદ પર પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીનો હાથ છે.

English summary
As Narendra Modi is all set to become India's next Prime Minister, underworld don Dawood Ibrahim has changed his location and shifted his base to Af-Pak border, a report said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X