For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA World Cup 2022 : મોરોક્કન ફૂટબોલ ખેલાડીઓ મેચ હાર્યા, પણ દિલ જીત્યું

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ સાથે દુનિયાભરમાંથી કતારના આ કૃત્યની ટીકા થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

FIFA World Cup 2022 : બુધવારના રોજ મોરોક્કન ફૂટબોલ ખેલાડીઓએ 'સજદાહ અલ શુક્ર' ઓફર કરી હતી. જેનો અર્થ થાય છે ફ્રાન્સને વર્લ્ડ કપ 2022 સેમિફાઇનલ મેચમાં હરાવ્યા બાદ જમીન પર બેસીને કૃતજ્ઞતાનો પ્રણામ. તેમની પ્રાર્થનાની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

FIFA World Cup 2022

મોરોક્કોના ખેલાડીઓ પ્રાર્થના કરે છે અને ફ્રાન્સ સામે હાર્યા બાદ તેમના પ્રવાસી ચાહકોને તેમના સમર્થન બદલ આભાર માને છે. આ મોરોક્કોની ટીમ ભલે વર્લ્ડ કપ જીતી ન હોય, પરંતુ તેમણે આપણા સૌનું દિલ જીતી લીધું હતું.

મોરોક્કન ખેલાડીઓએ પોર્ટુગલને હરાવ્યા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ પ્રક્રિયામાં વિશ્વ કપના છેલ્લા 4માં પહોંચનારી પ્રથમ આરબ રાષ્ટ્ર અને પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બની છે.

આ અગાઉ સ્પેન સામેની જીત બાદ ટીમ વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ, ટીમના સભ્યો તેમના ચાહકો અને સામાન્ય રીતે લોકોને ઇસ્લામ અપનાવવા કહેતા જોવા મળ્યા હતા.

અહેવાલો અનુસાર બે ખેલાડીઓ, ઝકારિયા અબુખાલ અને અબ્દેલહમીદ સાબીરી, સ્પેન સામેની મેચ બાદ તેમની હોટેલમાં પાછા ફર્યા અને લાઇવ સ્ટ્રીમનું પ્રસારણ કર્યું હતું, જેમાં તેમણે દર્શકોને ઇસ્લામ સ્વીકારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

FIFA World Cup 2022

ખેલાડીઓને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, અલહમદુલિલ્લાહ, અમે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છીએ અને ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ બધું અલ્લાહના કારણે છે. અલ્લાહ હુ અખબાર. અમારી સાથ જોડાઓ. અમારી સાથ જોડાઓ. ઇસ્લામમાં જોડાઓ. આવો શાંતિના પર આવો.

બંનેએ પછીથી ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતા. જેમાં તેઓએ તેમની તર્જની આંગળીઓ ઉંચી કરી છે, જે ઇસ્લામમાં ઈશ્વરમાં એકતા દર્શાવે છે. ઝકરિયા અબુખાલ અને અબ્દેલહમીદ સાબીરીએ પણ તેઓની ઓનલાઈન પોસ્ટ કરેલી તસવીરોનું કેપ્શન આપ્યું અને અનુક્રમે અલ્લાહ હુ અકબર અને ફ્રીડમ લખ્યું હતું.

ધર્મનો વિશ્વ કપ

ફિફા વર્લ્ડ કપની મેચો પહેલા, યજમાન દેશ કતારે દેશમાં નવા બિન-મુસ્લિમ મુલાકાતીઓને ઇસ્લામનો પરિચય કરાવવાની તમામ વ્યવસ્થા કરી હતી. કતારે 30 થી વધુ વિવિધ ભાષાઓમાં મહમ્મદ પયગંબરના ઉપદેશો વિશે પ્રવાસન સ્થળો પર અસંખ્ય ડિજિટલ બોર્ડ લગાવ્યા હતા. આ ઉપરાંત મુલાકાતીઓને ઇસ્લામ અને પયગંબરના ઉપદેશો દર્શાવતા પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દોહામાં કતારા કલ્ચરલ વિલેજ મસ્જિદ ખાતે, બહુભાષી પુરૂષ અને સ્ત્રી ઉપદેશકોને પ્રવાસીઓને ઇસ્લામનો વિશ્વાસ અને 'સહિષ્ણુતા' જણાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. કતાર ગેસ્ટ સેન્ટરના વર્કર્સ અને ઉપદેશકો મુલાકાતીઓનું સ્વાગત કરવા અને મસ્જિદ વિશેના પ્રશ્નોના જવાબ આપવા માટે મસ્જિદના પ્રવેશ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. બિન-મુસ્લિમ પ્રવાસીઓને આકર્ષવા માટે હદીસો અને પયગંબર મુહમ્મદના નિવેદનો, વર્તણૂકો અથવા આદતો રસ્તાઓ પર અંકિત કરવામાં આવી હતી.

FIFA World Cup 2022

આ સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે, FIFA વર્લ્ડ કપ માટે કતારની મુલાકાતે આવેલા લગભગ 558 લોકો કથિત રીતે ઇસ્લામ ધર્મ અપનાવવામાં આવ્યા હતા. જે બાદ આરબ વિશ્વના ઘણા પત્રકારોએ પણ વિશ્વ કપ મુલાકાતીઓ માટે ઇસ્લામને પ્રોત્સાહન આપવાના દેશના કાર્યની ટીકા કરી હતી.

લિબરલ ઇજિપ્તીયન પત્રકાર ખાલેદ મોન્ટાસરે જણાવ્યું હતું કે, આ રીતે વર્લ્ડ કપનો ઉપયોગ કરવાની ઇચ્છા એ હીનતાની ભાવના દર્શાવે છે, જે મુસ્લિમોને તેમની શ્રદ્ધાને બજારમાં સસ્તી વસ્તુઓની જેમ વેચવાનો પ્રયાસ કરે છે, જે સંકુચિત માનસિકતા અને અપમાન છે.

પત્રકારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ઇસ્લામના પ્રચાર માટે રચાયેલ નથી અને ઇસ્લામિક દેશનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, મોટી સંખ્યામાં નવા મુસ્લિમોની ભરતી કરવાને બદલે સંસ્કૃતિ, વિજ્ઞાન, ઉદ્યોગ અને ટેક્નોલોજીમાં જોડાવું.

કુવૈતી પત્રકાર મુહમ્મદ અલ-રૂમાહીએ દલીલ કરી હતી કે, ઇસ્લામ તેના કરતાં ઘણી વધુ માન્યતા અને આદરને પાત્ર છે. આ ઉપરાતં જોર્ડનના પત્રકાર અને રાજકીય ટીકાકાર ઓરૈબ અલ-રંતાવીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જો બિન-મુસ્લિમ દેશમાં વર્લ્ડ કપ દરમિયાન મુસ્લિમોને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો કરવામાં આવશે, તો મુસ્લિમો કેવી પ્રતિક્રિયા આપશે.

અહેવાલોમાં ઉલ્લેખ છે કે, ભારતમાં વોન્ટેડ એવા ઉગ્રવાદી ઈસ્લામિક ઉપદેશક ડૉ. ઝાકિર નાઈક અને ઈજિપ્તના ઉપદેશક ઓમર અબ્દેલકાફી વિશ્વ કપમાં ઉપસ્થિત લોકોમાં ઈસ્લામના પ્રચારમાં જોડાવા માટે કતારી શાસનના આમંત્રણ પર રાજધાની દોહા પહોંચ્યા હતા.

English summary
FIFA World Cup 2022 : Moroccan football players lose the match, but win the heart
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X