
નાટોમાં શામેલ થવા માટે જો બાઈડેને સ્વીડન અને ફિનલેન્ડને આપ્યુ આમંત્રણ
વૉશિંગ્ટનઃ અમેરિકાએ નાટોને મજબૂત કરવાની દિશામાં વધુ એક મોટુ પગલું ભર્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વીટ કરીને માહિતી આપી છે કે નાટો સંગઠન ફિનલેન્ડ અને સ્વીડનને તેના સભ્ય બનવા માટે આમંત્રિત કરીને ગર્વ અનુભવે છે. બાઈડેને કહ્યુ કે સ્વીડન અને ફિનલેન્ડનો નાટોમાં જોડાવાનો નિર્ણય અમને વધુ મજબૂત બનાવશે. આપણી એકંદર તાકાત વધારવાની દિશામાં આ એક મોટુ પગલું છે. બાઈડનેએ કહ્યુ કે નાટો સંગઠન દરેક ઇંચ જમીનની રક્ષા કરશે. અમે નાટોમાં ફિનલેન્ડ અને સ્વીડનનુ સ્વાગત કરીએ છીએ. આનાથી આ સંગઠન આવનાર સમયમાં વધુ મજબૂત બનશે. આ એક ઐતિહાસિક નિર્ણય છે.
બુધવારે નાટોના સભ્ય દેશોએ સત્તાવાર રીતે સ્વીડન અને ફિનલેન્ડને નાટોમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ. શરૂઆતમાં તુર્કીએ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હતા પરંતુ બાદમાં તુર્કીએ પણ આ દેશોને નાટોમાં સામેલ કરવા માટે સંમતિ દર્શાવી હતી. નાટોએ બુધવારે યુક્રેન સંકટ વચ્ચે રશિયાને મોટો પડકાર ગણાવ્યો હતો અને યુરોપને રશિયાથી સીધો ખતરો ગણાવ્યો હતો. અમેરિકી અધિકારીઓએ પ્રેસને કહ્યુ કે રશિયા યુરોપની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. અમે સ્વીડન અને ફિનલેન્ડનુ સ્વાગત કરીએ છીએ.
કરારની કેટલીક વિગતો શેર કરીને નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યુ હતુ કે, 'નાટો સહયોગી તરીકે ફિનલેન્ડ અને સ્વીડન તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે તુર્કીને સંપૂર્ણ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. જેના માટે તેમના સ્થાનિક કાયદાઓમાં સુધારો પણ કરશે. નાટોના મહાસચિવે કહ્યુ કે જ્યાં સુધી રશિયા યુક્રેન પર હુમલા ચાલુ રાખશે ત્યાં સુધી અમે નવા દેશોને સભ્યપદ આપતા રહીશુ. સ્પેનમાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રાજ્યોના વડાઓએ એક મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો હતો. તેણે ફરીથી યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરી અને જણાવ્યુ કે નાટો રશિયન આક્રમણ સામે પ્રતિકાર અને સંરક્ષણ માટે તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર વધારો કરશે.
નાટોએ રશિયાને તેના સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. ગઠબંધન નેતાઓએ રશિયન આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેન માટે 'રાજકીય અને વ્યવહારુ સમર્થન વધારવા'નું વચન આપ્યુ હતુ. નાટોના સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યુ કે, 'ગઠબંધન બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ગંભીર સુરક્ષા કટોકટી પડકારનો સામનો કરી રહ્યુ છે પરંતુ ગઠબંધનને મોટો લશ્કરી હિસ્સો આપનાર જો બાઈડેને કહ્યુ હતુ કે શિખર સંમેલન એક અચૂક સંદેશ મોકલશે કે...નાટો મજબૂજ અને એકજૂટ છે.