For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની પહેલી કોરોના વેક્સીન સિનોપાર્મને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ શુક્રવારે) ચીનની પહેલી કોરોના વાયરસ વેક્સીન 'સિનોપાર્મ'ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ શુક્રવારે) ચીનની પહેલી કોરોના વાયરસ વેક્સીન 'સિનોપાર્મ'ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ચીન માટે આ એક રાહતભરી વાત છે. ચીનની આ પહેલી કોવિડ-19 વેક્સીન છે, જેને બધા દેશોમાં ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંગઠને મંજૂરી આપી છે. આ પગલુ ઘણા દેશોમાં કોરોના વાયરસ વેક્સીનેશન અભિયાનને વધારવામાં મદદ કરશે. ચીનની સિનોપાર્મ વેક્સીનને દુનિયાભરના ડઝનેક દેશોએ મંજૂરી આપી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે, 'વિશ્વ આરોગ્ય સંગઠને બધા દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે સિનોપાર્મ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી છે. આનાથી બધા દેશોમાં કોવેક્સ રોલઆઉટ કરવામાં મદદ મળશે.'

chinavaccine

કોવેક્સ ડબ્લ્યુએચઓ દ્વારા ચલાવવામાં આવી રહેલુ એક વેક્સીનેશન અભિયાન છે જે હેઠળ દુનિયાભરના બધા ગરીબ દેશોને વેક્સીનેટ કરવામાં આવી રહ્યા છે.કોરોના વાયરસ વેક્સીન 'સિનોપાર્મ'ને બીજિંગ બાયો-ઈન્સ્ટીટ્યુટ ઑફ બાયોલૉજિકલ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડે વિકસિત કરી છે. આ કંપની ચીન નેશનલ બાયોટેક ગ્રુપ(CNBG)ની સહાયક કંપની છે. ચીને પોતાને ત્યાં હાલમાં પાંચ કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. જેમાંથી 'સિનોપાર્મ' અને 'સિનોવેક' વેક્સીનનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મહેરબાની કરીને બોલો કે 'હા, હું કોરોના સંક્રમિત છુ'મહેરબાની કરીને બોલો કે 'હા, હું કોરોના સંક્રમિત છુ'

ડબ્લ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ એડહેનમ ગ્રેબેયેસસે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, 'આજે બપોરે ડબ્લ્યુએચઓએ 'સિનોપાર્મ' બીજિંગના કોવિડ-19 વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂર કરાયેલી છઠ્ઠી રસી છે. અમે આની સુરક્ષા, પ્રભાવકારિતા અને ગુણવત્તાની તપાસ કરી છે.' ડબ્લ્યુએચઓએ ચીની વેક્સીન સિનોપાર્મ પહેલા ફાઈઝર-બાયોટેક, જૉનસન એંડ જૉનસન, મૉડર્ના, એસ્ટ્રાજેનેકા અને ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા વેક્સીન કોવિશીલ્ડને મંજૂરી આપી છે.

English summary
First China covid-19 vaccine Sinopharm approved by WHO for emergency use.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X