શું ડોનાલ્ડ ટ્રમ્પ બેવફા છે? જાણો પત્ની મેલાનિયાએ શું આપ્યો જવાબ

શું ડોનાલ્ડ ટ્રમ્પ બેવફા છે? જાણો પત્ની મેલાનિયાએ શું કહ્યુ

વૉશિંગ્ટનઃ અમેરિકાની ફર્સ્ટ લેડી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીની બેવફાઈ પર બેબાક જવાબ આપ્યો છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ મેલાનિયાએ તાજેતરમાં જ પોતાના આફ્રિકાના પ્રવાસ દરમિયાન એબીસી ન્યૂઝ ચેનલને પોતાનું પહેલું ઈન્ટર્વ્યૂ આપ્યું હતું જે શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઓનએર થયું હતું. ટ્રમ્પને સ્ટૉર્મી ડેનિયલ્સ અને કેરેન મેક્ડોગલ તરફથી લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટ્રમ્પે આ આરોપોને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા છે.

મેલાનિયાને કોઈ ફરક નથી પડતો

મેલાનિયાને કોઈ ફરક નથી પડતો

મેલાનિયા ટ્રમ્પને ટ્રંપની બેવફાઈ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે બીજી એવી કેટલીય વસ્તુ છે જેના વિશે વિચારવાનું છે અને કામ છે જે કરવાનું બાકી છે. મેલાનિયાએ કહ્યું કે આ જરૂરી કામ કરવાં મહત્વના છે, ના કે ડોનાલ્ડ ટ્રમ્પની બેવફાઈ પર વિચારવું કે ટ્રમ્પે એક પોર્ન સ્ટાર, એક પ્લેબોય મોડેલ કે પછી કોઈ અન્ય છોકરીને દગો આપ્યો. મેલાનિયા આ ઈન્ટર્વ્યૂમાં કહે છે મને ખબર છે કે લોકો કેટલાય પ્રકારના અનુમાન લગાવે છે અને મીડિયા અનારા લગ્નને લઈને કેટલાય પ્રકારની આશંકા લગાવી રહ્યું છે. જે બાદ કેટલાય પ્રકારની ગોસિપ થાય છે. મેલાનિયા મુજબ એને માલૂમ છે કે ગોસિપ્સને કારણે જ અખબાર અને મેગેઝિનનું વેચાણ થાય છે અને દુર્ભાગ્યપૂર્ણ હવે અમારે આવી દુનિયામાં જ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે.

આજે પણ ટ્રમ્પને પ્રેમ કરે છે

આજે પણ ટ્રમ્પને પ્રેમ કરે છે

મેલાનિયા કહે છે કે એમના પતિ પર બેવફાઈના જે પણ આરોપો લાગ્યા છે તે મારા માટે ચિંતાનો વિષય નથી. વર્ષ 2016માં ટ્મ્પ જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચારમાં લાગ્યા ત્યારે એક હૉલીવુડ એક્ટ્રેસની ટેપ સામે આવી હતી. જેમાં ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતો હતો. ટ્રમ્પ પર કેટલીય મહિલાઓ સાથે અફેરના આરોપો પણ લાગ્યા છે. પોર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સ અને પ્લેબોયની પૂર્વ મોડેલ કેરન મૈક્ડોગલે કહ્યુ્ં કે ટ્રમ્પે એમની સાથે કેટલાય વર્ષો સુધી ઉત્પિડન કર્યું હતું. ટ્રમ્પે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને એ વાતને કબૂલી લીધી કે તેણે ડેનિયલ્સનું મોઢું બંધ કરાવવા માટે 1,30,000 ડોલર આપ્યા હતા. આ મુદ્દા પર ટ્રમ્પ હંમેશાથી શાંત રહ્યા છે.

અફવાઓથી તકલીફ થાય

અફવાઓથી તકલીફ થાય

મેલાનિયાને ઈન્ટર્વ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તે પોતાના પતિને પ્રેમ કરે છે? જેના જવાબમાં મેલાનિયાએ કહ્યું, 'હા, બિલકુલ અમારી વચ્ચે બધું ઠીક છે.' મેલાનિયાએ અફવાઓની અવગણના કરી અને કહ્યું કે સતત ફેલાઈ રહેલી અફવાને કારણે તેમના લગ્નજીવન પર ડાઘ લાગી રહ્યો છે. મેલાનિયાએ કહ્યું કે આ મારા માટે ચિંતા કરવા જેવો વિષય નથી. હું એક મા છું અને એક ફર્સ્ટ લેડી છું. મારી પાસે બીજાં પણ કેટલાંય જરૂરી કામ છે જેના વિશે વિચારવાનું વધુ ફાયદેમંદ થશે. જો કે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે અફવાઓથી તેમને તકલીફ થાય છે અને અફવા હંમેશા સારી લાગે તેવું જરૂરી નથી. મેલાનિયા મુજબ એમને ખબર છે કે સચું શું છે અને ખરાબ શું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X