ઇન્ડોનેશિયા: જેલમાં આગ લગાવીને 200 કેદીઓ થઇ ગયા ફરાર

આ ઘટના ઇન્ડોનેશિયાના ત્રીજા સૌથી મોટા શહેર મેદાનમાં બનવા પામી છે. ઘટના ઘટ્યાના બાદ તુરંત આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે, અને નાસી છૂટેલા આતંકીઓને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
તાંજુંગ સુસ્તા જેલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સેનાનો બંદોબંસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવા માટે લાગી ગયા. આ દૂર્ઘટનામાં ત્રણ કર્મચારીઓ અને બે કેદીઓના પણ મોત થયા છે. મરનાર એક જેલ કર્મચારિઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
પ્રશાસન તરફથી રાહત અને બચાવકામગીરીનું કાર્ય સતત ચાલુ છે. પોલીસના એક ઉચ્ચઅધરિકારી અનુસાર ફરાર થયેલા કેદીઓમાં 55ને ફરીથી પકડી પાડવામાં આવ્યા છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. દોષી સાબિત થયેલા 22 આતંકીઓમાંથી ત્રણને પકડી પાડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
