કાબુલ એરપોર્ટ પર ભોજન અને પાણીના ભાવ આસમાને, લોકો ભૂખે મરવા મજબૂર
કાબુલ : અફઘાનિસ્તાન તાલિબાનના નિયંત્રણમાં છે અને કાબુલ એરપોર્ટ હજૂ પણ અમેરિકી સૈનિકોના રક્ષણ હેઠળ છે, પરંતુ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર રાહ જોઈ રહેલા લોકો હવે મૃત્યુ પામવાના છે. કાબુલ એરપોર્ટ પર હાજર કેટલાક હજારો લોકોને ડર છે કે, જો તેઓ એરપોર્ટ છોડીને ઘરે પરત ફરશે, તો તાલિબાનીઓ તેમને મારી નાખશે અને જો તેઓ એરપોર્ટ પર રહેશે, તો તેઓ ભૂખ અને તરસથી મરી જશે. કાબુલ એરપોર્ટ પર ખાવા-પીવાનું એટલું મોંઘુ થઈ ગયું છે કે લોકોને તે પોસાય તેમ નથી.

કાબુલ એરપોર્ટ પર લોકોની દયનીય હાલત
કાબુલના હમીદ કરઝાઇ એરપોર્ટ પર રહેતા લોકો માટે હવે ભૂખ તરસથી મરવાની પરિસ્થિતિ સર્જાઇ છે. અફઘાનિસ્તાનની સખત ગરમીમાં એક ગ્લાસ પાણી પીવું એટલેહજારો રૂપિયા ખર્ચવા. જો તમે હજારો રૂપિયા ખર્ચ કરો તો જ ખોરાકનો મળશે. એરપોર્ટ પર હાજર ભીડ હવે મરવાની અણી પર છે.
ખાવા -પીવાના વિચાર માત્રથી આલોકો ડરી જાય છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલ 40 ડોલર મળી રહી છે, એટલે કે ભારતીય ચલણની દ્રષ્ટિએ 3 હજારરૂપિયાથી થોડા વધારે. તે પણ જો તમારે પાણીની બોટલ ખરીદવી હોય તો તમારે અમેરિકન ડોલર ચૂકવવા પડશે, અફઘાન ચલણ ચાલશે નહીં. હવે દુકાનદારોએ તેનેલેવાની ના પાડી દીધી છે અને એરપોર્ટ પર ડોલર મેળવવાનું હવે અશક્ય બની ગયું છે.

એરપોર્ટ પર રહેવું મુશ્કેલ છે
કાબુલ એરપોર્ટ પર ચોખાની પ્લેટ માટે તમારે 100 ડોલર એટલે લગભગ 7,500 ભારતીય રૂપિયા ખર્ચવા પડશે અને તેમાં પણ તમને એટલા ચોખા મળશે કે વ્યક્તિપોતાનું પેટ ભરી નહીં શકે.
આવી સ્થિતિમાં જો હવે એક પરિવારના ચાર લોકો કાબુલ એરપોર્ટ પર હાજર હોય, તો તેમને એક સમયે એક ભોજન માટે 15 હજારરૂપિયાથી વધુ ખર્ચ કરવો પડશે. એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. તેથી એક અહેવાલ છે કે, હવે લોકો કાબુલ એરપોર્ટ પર ભૂખ્યા અને તરસ્યા રહેવા લાગ્યા છે. જેનાકારણે હવે તેમની હાલત કથળવા લાગી છે. કાબુલ એરપોર્ટ પર ચારે બાજુ હાતાશા અને સર્વત્ર નિરાશા છે.

ભૂખ અને તરસ અને લાંબી રાહ
કાબુલ એરપોર્ટની હાલત એવી છે કે, લોકો ભૂખ્યા અને તરસ્યા પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. હવે લોકોના શરીર તૂટવા લાગ્યા છે. પરિસ્થિતિ એવી છે કે, કોણક્યારે પડી જશે, કોણ બચી જશે અને કોણ મરી જશે એ અંગે કંઈ કહી શકાતું નથી.
પાણી વગર કોણ ટકી શકે? કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધી અને નાસભાગમાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોત નીપજ્યાં છે અને હવે પરિસ્થિતિ ભૂખે મરવાની આવી છે. રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર લોકો સ્થળે બેભાન થઈનેપડી રહ્યા છે અને તેમને પાણીનો ગ્લાસ આપનારૂ પણ કોઈ નથી.

લોકો પાણી પણ ખરીદી શકતા નથી
જો તમે કોઈ એવી તસવીર જોઈ રહ્યા છો, જેમાં તમે કોઈ વિદેશી સૈનિકને અફઘાનને પાણી આપતો હોય, તો તમે સમજી શકો છો કે. માત્ર એક વિદેશી સૈનિક જઅફઘાનને પાણી કેમ આપી રહ્યો છે? કોઈ અફઘાન પીવાનું પાણી કેમ આપી રહ્યું નથી? તે એટલા માટે કેમ કે એરપોર્ટ પર કોઈ અફઘાન પાણી ખરીદવાની સ્થિતિમાંનથી.

અમેરિકાને મદદ કરવાનું ફળ
આ અફઘાન જેઓ એરપોર્ટ પર હાજર કોઈપણ માધ્યમથી દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે એવા લોકો છે જેમણે છેલ્લા 20 વર્ષમાં અમેરિકન સેનાને મદદ કરી છે.
તેમને અમેરિકન સેનાને મદદ કરી હતી, જેથી તેને તાલિબાનથી મુક્ત કરી શકાય, પરંતુ અમેરિકાએ જ તેમને લાચારીમાં છોડી દીધા છે. ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે, તે આજપછી બચાવ કામગીરી નહીં કરે. તે પોતાના દેશમાં વધુ અફઘાન રાખી શકતું નથી. તુર્કીએ પણ મદદનો હાથ પાછો ખેંચી લીધો છે. કાબુલ એરપોર્ટ પર હવે માત્ર થોડાદેશો જ બચાવ કામગીરી ચલાવી રહ્યા છે અને તેઓ અફઘાનીઓને ત્યાંથી કેટલો સમયમાં બહાર લઈ જશે, તે કંઇ કહી શકાય તેમ નથી.

સૈનિકોએ કામચલાઉ મકાન બનાવ્યું
જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક અમેરિકન સૈનિકોએ લાચાર અફઘાનને જોયા બાદ એરપોર્ટની બહાર કામચલાઉ મકાન બનાવ્યું છે અને કેટલાક અફઘાનને ત્યાંથીખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. આવા સમયે યુએસ આર્મીના કેટલાક કર્મચારીઓ બાળકોને ફળો અથવા ચિપ્સના પેકેટ વહેંચતા જોવા મળે છે, પરંતુ પ્રશ્નઅમેરિકાના નેતૃત્વ પર છે, જેના કારણે અફઘાનની આ દુર્દશા થઈ છે. સવાલ એ છે કે છેવટે જ્યારે તાલિબાનોએ કાબુલ પર કબ્જો જમાવ્યો, ત્યારે અમેરિકાએ તે પછીજ લોકોને કાઢવાનું કેમ શરૂ કર્યું? એક-બે મહિના પહેલા આ બચાવ કામગીરી કેમ હાથ ધરવામાં આવી ન હતી? છેવટે જો બાઇડેનની સરકારે તાલિબાનના હાથેસામાન્ય અફઘાનોને ભૂખ અને તરસથી મરવા કેમ છોડી દીધા? જો બાઇડેન આ વાતની જવાબદારી ક્યારે લેશે?

એરપોર્ટ પર ભયાનક પરિસ્થિતિ
એરપોર્ટ ગેટ પર રાહ જોતા એક અફઘાન માણસે કહ્યું કે, એરપોર્ટ પર પરિસ્થિતિ ભયાનક બની ગઈ છે. અહીં એક મોટી ભીડ છે અને આ ભીડમાં મહિલાઓ અનેબાળકોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
બીજી તરફ યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને કહ્યું કે, અમેરિકા પહેલા અમેરિકનોને કાબુલમાંથી બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છેઅને 31 ઓગસ્ટ પહેલા તમામ જોખમમાં મૂકાયેલા અફઘાનને બહાર કાઢવાનો પ્રયત્ન કરશે. એટલે કે, અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી કે, તે કેટલા લોકોનેબહાક કાઢશે અને કેટલા લોકોને ત્યાં મરવા માટે છોડી દેશે.

79 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા
અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, જુલાઈથી અફઘાનિસ્તાનમાંથી 79 હજાર 900 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 10 દિવસમાં 70 હજાર 700લોકોને બહાર કાવામાં આવ્યા છે અને હજૂ પણ કેટલાક હજાર લોકો એરપોર્ટ પર હાજર છે.
એવું માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાનમાં રહેતા લગભગ 2.5 લાખલોકોને તાલિબાનથી વધુ જોખમ છે, જેમાંથી માત્ર 60,000 લોકો પોતાનો જીવ બચાવી શક્યા છે અને બાકીના આશરે 2 લાખ અફઘાન પાસે તેમના જીવન બચાવવાની માત્ર એક અઠવાડિયાની તક છે. હા તે પણ જો તેઓ સુરક્ષિત રીતે કાબુલ એરપોર્ટ પર પહોંચી શકે તો. કારણ કે, દેશની બહાર જવાનો બીજો કોઈ રસ્તોનથી. કાબુલ એરપોર્ટ તરફ જતા દરેક રસ્તા પર તાલિબાન આતંકવાદીઓનો કબ્જો છે, તેથી 2 લાખ અફઘાનોનું શું થશે એ તો માત્ર કલ્પના જ કરી શકાય.