પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું જબરદસ્તી ધર્માંતરણ, હિન્દુ સમુદાય વિરોધમાં ઉતર્યો

જેકબબાદની ઝાકરી સ્ટ્રીટ વિસ્તારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સોનાના વેપારી અશોકકુમારની દીકરી ગંગાનું અપહરણ કરી તેને સોનાના વેપારી બહાદર અલીના દીકરા આસિફ અલી સાથે અમરોત શરીફની દરગાહ પર જબરદસ્તી લગ્ન કરાવી દીધા હતા.
આ અંગે સમાચારપત્ર ડોનના અહેવાલ અનુસાર ધર્માંતરણ બાદ ઇસ્લામ અનુસાર ગંગાનું નામ આસિયા રાખી દેવામાં આવ્યું હતું. છોકરીના માતા-પિતા અને અન્ય કુટુંબીજનેનો ધર્માંતરણ બાદ લગ્નની માહિતી મળી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના લગ્ન થઇ ગયા હતા.
ત્યાર બાદ ગંગાના પરિવારજનોએ જૈકબબાદ જઇને આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરવામાં આવેલી નોંધણી અનુસાર આસિફ, તેનો ભાઇ, તેના પિતા અને અન્ય એક વ્યક્તિએ સાથે મળીને ગંગાનું અપહરણ કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસે આસિફના ભાઇ, પિતા અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે આસિફ હજી સુધી પોલીસના હાથે ઝડપાયો નથી.
આ ઘટનાના વિરોધમાં પાકિસ્તાનનો હિન્દુ સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. તેમણે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો છે. પાકિસ્તાનના હિન્દુઓમાં તેમની સામે થઇ રહેલા અત્યાચારોને કારણે ભારે ક્રોધ છે.
ઉલ્લેખનીય છે કે આવું પ્રથમવાર નથી બન્યું કે કોઇ હિન્દુ છોકરીનું અપહરણ કરી તેનો ધર્મ પરિવર્તન કરાવી જબરદસ્તી તેના લગ્ન મુસ્લિમ છોકરા સાથે કરાવવામાં આવ્યા હોય. પાકિસ્તાનમાં આ અગાઉ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે. આ પહેલા રિંકલ કુમારી નામની યુવતી સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું. ભારતમાંથી આરએસએસ અને ભાજપ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની હિન્દુઓના પ્રશ્નોને ઉઠાવવાની માંગ અવારનવાર કરતા આવ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
