ખાલી થઇ રહી છે એલોન મસ્કની તિજોરી, જાણો કોણ બન્યું સૌથી અમિર વ્યક્તિ
હાલ વિશ્વના સૌથી અમિર વ્યક્તિ બનેલા આર્નોલ્ટ એક ફ્રેન્ચ ઉદ્યોગપતિ છે, જેઓ હાલમાં વિશ્વના સૌથી મૂલ્યવાન વૈભવી ઉત્પાદન જૂથોમાંના એક LVMH Moët Hennessy Louis Vuitton ના અધ્યક્ષ અને CEO છે. તેમણે એલોન મસ્કને પછાડ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી દોઢ વર્ષથી દુનિયાના સૌથી અમિર વ્યક્તિ રહેલા એલોન મસ્ક હવે દુનિયાના સૌથી અમિર વ્યક્તિ રહ્યા નથી. એલોન મસ્ક ટ્વીટર ખરીદ્યા બાદ સતત હેડલાઇન્સ રહે છે. હવે એલોન મસ્ક દુનિયાનો સૌથી અમિર વ્યક્તિ ન રહેવાને કારણે ચર્ચામાં છે. હવે બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સની લેટેસ્ટ રેકિંગમાં એલોન મસ્ક પહેલા નંબરથી ગબડી ગયા છે.

એલોન મસ્ક પ્રથમ સ્થાને નીચે ગબડ્યા
સોશિયલ મીડિયા નેટવર્ક ટ્વીટર ખરીદ્યું છે, ત્યારથી એલોન મસ્ક તેના સામ્રાજ્યને લઈને જોખમમાં છે અને એલોન મસ્કે પણ જણાવ્યું છે કે, ટ્વીટર ખરીદ્યા બાદ એલોન તેમની અન્ય કંપનીઓ પર ધ્યાન આપી રહ્યા નથી.
એલોન મસ્કે ટ્વીટર ખરીદવા માટે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેર જ વેચ્યા હતા, આ સાથે તેમણે બેંકો પાસેથી મોટી લોન પણ લીધી હતી. આથી તેની સીધી અસર એલોન મસ્કની તિજોરી પર પડી છે અને હવે તેઓ નંબર-1ની ખુરશી પરથી સરકી ગયા છે.
ટ્વીટર એક્વિઝિશન બાદ એલોન મસ્કની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે, કારણ કે તેણે ટ્વીટર ખરીદવા માટે 44 બિલિયન ડોલર ખર્ચ્યા હતા.
આ ડીલ બાદ પણ, એલોન મસ્ક થોડા મહિનાઓ સુધી વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ રહ્યા હતા, પરંતુ જે રીતે તેમની તિજોરી ખાલી થઈ રહી છે, તે દર્શાવે છે કે, એલોન મસ્કની સ્થિતિ હવે પહેલા જેવી રહી નથી.

કેટલી છે એલોન મસ્કની મિલકત
ટ્વીટર ખરીદતા પહેલા એલોન મસ્કની નેટવર્થ 340 બિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ હતો, પરંતુ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનાલેટેસ્ટ રિપોર્ટ અનુસાર, એલોન મસ્કની નેટવર્થ હવે ઘટીને 168.5 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ગયા અઠવાડિયે જ તેમની નંબર વનનીખુરશી જોખમમાં હતી અને ગયા અઠવાડિયે તે થોડા અઠવાડિયા માટે નંબર ટુ પર પહોંચી ગયા હતા.
નવા રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચબિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ હવે 172.9 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. આર્નોલ્ટની મેગા-વેલ્થ મુખ્યત્વે ફેશન જાયન્ટLVMH માં તેના 48 ટકા હિસ્સામાંથી મેળવવામાં આવી છે.

ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ કોણ છે?
આર્નોલ્ટ એક ફ્રેન્ચ ઉદ્યોગપતિ છે, જેઓ હાલમાં વિશ્વના સૌથી મૂલ્યવાન વૈભવી ઉત્પાદન જૂથોમાંના એક LVMH Moët HennessyLouis Vuitton ના અધ્યક્ષ અને CEO છે.
બર્નાર્ડ આર્નોલ્ટ જૂથમાં લગભગ 70 કંપનીઓની માલિકી ધરાવે છે, જેમાં ડોમ પેરિગ્નોન(વાઇન), લુઈસ વીટન, ફેન્ડી અને માર્ક જેકોબ્સ (કપડાં) અને ફેન્ટી બ્યુટી બાય રીહાન્ના (મેક-અપ)નો સમાવેશ થાય છે.
બર્નાર્ડ આર્નોલ્ટનોજન્મ ફ્રાન્સના રૂબેક્સમાં એક ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દી એક એન્જિનિયર તરીકે શરૂ કરી અને1978માં તેમની કંપનીના ચેરમેન બન્યા હતા.
જે બાદ વર્ષ 1984 માં તેમણે ફાઇનાન્સિયર અગાચે હોલ્ડિંગ કંપનીનું પુનર્ગઠન કર્યું હતું.

નફાકારક વ્યવસાય બનાવ્યો
LVMH વેબસાઈટ મુજબ, તેમણે તેના ગૃપને ફરી એક વાર નફાકારક વ્યવસાય તરફ ફેરવ્યું અને પછી તેને વિશ્વની અગ્રણી લક્ઝરીગુડ્સ કંપની તરીકે વિકસાવવાની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
આ પ્રક્રિયામાં તેમણે ક્રિશ્ચિયન ડાયરની સ્થાપના કરી હતી. પાયાના પથ્થર તરીકે પુનઃસ્થાપિત થઈ હતી.
1989 માં તેઓ LVMH Moët Hennessy - Louis Vuitton Company ના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા. ત્યારથી તેઓ કંપનીના પ્રમુખ અને સીઈઓ છે. તેમના ચાર બાળકો પણ આ ગ્રુપ હેઠળની વિવિધ કંપનીઓમાં સંકળાયેલા છે.

ટ્વીટરના કારણે એલોન મસ્કને નુકસાન
ટેસ્લાના શેરધારકોના મતે ટ્વીટર ખરીદવાથી એલોન મસ્કને તેના ટેસ્લા શેર વેચવાની ફરજ પડી અને તેના કારણે ટેસ્લાના શેરની કિંમતપણ ઘટી ગઈ છે.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટેસ્લા કંપનીમાં પોતાના 20 મિલિયન શેર વેચ્યા, જેનું કુલ મૂલ્ય 4 બિલિયન ડોલરની નજીક હતું.
ગયા અઠવાડિયે આઇ ફોર્બ્સે અહેવાલ આપ્યો હતો કે ટેસ્લા, ટ્વીટર, સ્પેસએક્સ, ન્યુરાલિંક અને ધ બોરિંગ કંપનીના માલિક એલોનમસ્ક ખૂબ જ ટૂંક સમયમાં તેમનું નંબર-1 સ્થાન પાછું મેળવી શકે છે.
ગયા અઠવાડિયે ફોર્બ્સના અહેવાલમાં એલોન મસ્કની કુલ સંપત્તિ184.6 બિલિયન ડોલર અંદાજવામાં આવી હતી.

એલોન મસ્ક લાંબા સમય સુધી રહ્યા નંબર 1
એલોન મસ્કએ સપ્ટેમ્બર 2021માં વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિનું બિરુદ મેળવ્યું હતું અને તે સમયે તેમણે એમેઝોનના સ્થાપક જેફબેઝોસને અમીરોની યાદીમાંથી હટાવ્યા હતા.
આવા સમયે, વર્ષ 2022 ની શરૂઆતમાં એલોન મસ્કની કુલ સંપત્તિ 200 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી, પરંતુ તે પછી ટેસ્લાના શેરમાં ઘટાડો થતાં, એલોન મસ્કની સંપત્તિમાં પણ ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, એલોન મસ્ક પોતાની કંપનીમાંથી પગાર નથી લેતા, બલ્કે તેમને કંપનીના શેર પગાર તરીકે મળે છે અને શેરના હિસાબે એ નક્કી થાય છે કે, એલોન મસ્ક પાસે કેટલી સંપત્તિ છે.
ટેસ્લા કંપનીનું સૌથી મોટું બજાર ચીન છે અને કોવિડના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનમાં કારોબાર ખૂબ પ્રભાવિત થયો છે, જેના કારણે ટેસ્લાના બિઝનેસને ઘણી અસર થઈ છે.












Click it and Unblock the Notifications
