Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ જાહેર: ફ્રેંચ લેખિકા એની એર્નોક્સને મળ્યો સાહિત્યનો નોબેલ પ્રાઇઝ

આજે સાહિત્યને લઇ નોબેલ પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને વર્ષ 2022 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિ દ્વારા એની આર્નોક્સના નામની જાહેરાત કરવામાં આવી છે

આજે સાહિત્યને લઇ નોબેલ પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને વર્ષ 2022 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિ દ્વારા એની આર્નોક્સના નામની જાહેરાત કરવામાં આવી છે. 82 વર્ષિય એનીએ તેના લેખન દ્વારા બોલ્ડ clinical acuity પર ઘણા લેખો લખ્યા છે. એની આર્નોક્સે ફ્રેન્ચ અને અંગ્રેજીમાં ઘણી નવલકથાઓ, લેખો, નાટકો અને ફિલ્મો લખી છે.

Nobel

ફ્રેન્ચ લેખિકા એની આર્નોક્સનો જન્મ 1940માં થયો હતો. તેણી નોર્મેન્ડી, ફ્રાન્સના નાના શહેર યવેટોટમાં ઉછરી હતી. અહીં તેના માતા-પિતા કરિયાણાની દુકાન અને કાફેના માલિક હતા.

નોબેલ પુરસ્કાર હેઠળ, ગોલ્ડ મેડલ સાથે વિજેતાને 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (લગભગ 7.46 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોનર એ સ્વીડનનું ચલણ છે. આ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામ પર રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર નવલકથાકાર અબ્દુલરાજક ગુરનહને આપવામાં આવ્યો હતો. ગુરનાહની નવલકથા પેરેડાઇઝ ખૂબ જ લોકપ્રિય બની હતી. નોબેલ ઉપરાંત, આ નવલકથા બુકર અને વ્હાઇટબ્રેડ પુરસ્કારો માટે પણ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2020 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર અમેરિકન કવિ લુઇસ ગ્લકને આપવામાં આવ્યો. 2019 માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર ઑસ્ટ્રિયનમાં જન્મેલા લેખક પીટર હેન્ડકાને એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ તેમના નવતર લેખન અને ભાષાના નવીનતમ પ્રયોગો માટે આપવામાં આવ્યો હતો.

પ્રથમ વખત નોબેલ પુરસ્કાર આપવાની પ્રથા વર્ષ 1901માં આલ્ફ્રેડ નોબેલની પાંચમી પુણ્યતિથિએ શરૂ થઈ હતી. આ પુરસ્કારો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવ્યા હતા. નોબલ રસાયણશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક હતા. વર્ષ 1867માં તેમણે અત્યંત વિસ્ફોટક ડાયનામાઈટની શોધ કરી હતી. તેમના જીવનના અંતિમ દિવસોમાં, તેમને તેમની શોધ માટે ખૂબ પસ્તાવો હતો જેણે યુદ્ધમાં ભારે વિનાશ સર્જ્યો હતો. આના પ્રાયશ્ચિત રૂપે, તેમણે તેમની વસિયતમાં નોબેલ પુરસ્કારોની વ્યવસ્થા કરી હતી અને લખ્યું હતું કે તેમની મોટાભાગની સંપત્તિ એવા લોકોને આપવામાં આવે જેમણે માનવજાતના કલ્યાણ માટે ઉત્તમ કાર્ય કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X