For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 દિવસથી ગુમ ભાગેડુ મેહુલ ચોક્સી પકડાયો, આ દેશમાં છૂપાઈને બેઠો હતો

ભારતનો ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી મળી ગયો છે. જાણો ક્યાંથી પકડાયો.

|
Google Oneindia Gujarati News

રોએઉઃ ભારતનો ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી મળી ગયો છે. એંટીગુઆથી અચાનક ગુમ થયેલ ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી પડોશી દેશ ડોમિનિકાથી ધરપકડ થઈ છે. જ્યાંથી પાછો તેને એંટીગુઆ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેને ડોમિનિકાના ક્રિમિલન ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટે પકડ્યો છે. હવે એંટીગુઆ પોલિસ તરફથી પણ ડોમિનિકા પ્રશાસનનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

mehul choksi

ભાગેડુ મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ એંટીગુઆથી 23 મેએ રવિવારથી ફરાર થઈ ગયો હતો. તેની પાસે કેરેબિયન દેશની નાગરિકતા પણ હતી. એંટીગુઆ પોલિસે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે મેહુલ ચોક્સીને છેલ્લે રવિવારે તેની કારમાં જોયો હતો. પોલિસે સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતુ અને કાર મળી હતી પરંતુ ચોક્સી વિશે કંઈ જાણવા મળ્યુ નહોતુ. મેહુલ ચોક્સીના વકીલે કહ્યુ હતુ કે તે રવિવારથી ગાયબ છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી મેહુલ ચોક્સી એંટિગા અને બર્બુડા ટાપુ પરથી ગુમ થયાના અહેવાલ હતા. ડોમિનિકા કેરેબિયન એક ટાપુ છે. એંટીગા પોલિસે તેને શોધવા માટે ઈન્ટરપોલની મદદ માંગી હતી. બાદમાં ઈન્ટરપોલે મેહુલ ચોક્સી વિરુદ્ધ યલો કૉર્નર નોટિસ બહાર પાડી હતી અને છેવટે તે પકડાયો હતો. તે ઘણા સમયથી એંટીગામાં રહેતો હતો. મેહુલ ચોક્સીએ દાવો કર્યો છે કે તેનો ક્લાયન્ટ એંટીગુઆનો નાગરિક છે માટે સ્થાનિક લોકોને મળતા બધા અધિકારો તેને મળેલા છે.

English summary
Fugitive businessman Mehul Choksi captured in Dominica
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X