દક્ષિણ આફ્રિકામાં ગેસ લીક થવાથી 24 લોકોના મોત, હજુ ચાલુ છે મૃતકોની શોધ
South Africa Gas Leak: દક્ષિણ આફ્રિકામાં એકહેલેની સ્થિત બોક્સબર્ગમાં શંકાસ્પદ ગેસ લીક થવાને કારણે 24 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર નાઈટ્રેટ ઑક્સાઈડ ગેસ લીક થવાને કારણે આ ઘટના બની છે. અકરહેલેનીના પ્રવક્તા વિલિયમ એન્ટાલીએ જણાવ્યું કે મૃતકોની શોધ હજુ ચાલુ છે.
વિલિયમ એન્ટાલ્ડીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યું છે અને ગેસ લીક થવાને કારણે વધુ લોકોના મોત થયા છે કે કેમ તે જાણવા માટે જ્યાં સિલિન્ડર લીક થયું છે તે વિસ્તારની શોધ કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેસ લીકથી અસરગ્રસ્ત લોકોમાંથી કોઈની સારવાર થઈ શકી નથી કારણ કે તે બધા મૃત્યુ પામ્યા હતા. અમે હજી પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ગેસ ક્યારે લીક થવા લાગ્યો, પરંતુ જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે લગભગ 8 વાગ્યા હતા, લોકો પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સ્થળ પરનું દ્રશ્ય ભયાનક હતું કારણ કે અહીં કેટલાય લોકોના મૃતદેહો પડ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યાં ગેસ લીક થયો હતો ત્યાં આ લોકોના મૃતદેહ પડ્યા હતા.
બીજી તરફ ડૉક્ટર્સનું કહેવું છે કે અહીં જમા-જમા સમુદાયના લોકો રહે છે, આ લોકો અહીં સોનું સાફ કરે છે, આ માટે તેઓ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. દુ:ખદ વાત એ છે કે આ વખતે ગેસ સિલિન્ડર લીક થઈ ગયુ, જેના કારણે સૂતેલા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા અને મૃત્યુ થયુ.
જાગી ગયેલા લોકોએ દોડવાની કોશિશ કરી પરંતુ ધુમાડો ખૂબ જ હતો તેથી તેઓ પોતાની જાતને બચાવી શક્યા નહીં. આ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું પણ મોત થયું છે.
સ્થાનિક મેટ્રો પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં જ્યારે અમને ફોન આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે અહીં વિસ્ફોટ થયો છે, બાદમાં તપાસ બાદ જાણવા મળ્યું કે વિસ્ફોટ નથી પરંતુ ગેસ લીક થયો હતો.












Click it and Unblock the Notifications
