For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

George Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું

George Floyd Death: ઉગ્ર પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું

|
Google Oneindia Gujarati News

વૉશંગ્ટનઃ અમેરકામાં આફ્રીકી મૂળના નાગરિક જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ શરૂ થયેલ વિરોધ પ્રદર્શને ઉગ્ર હિંસક રૂપ ધારણ કરી લીધું છે, અમેરિકાના કેટલાય ભાગોમાં રંગભેદના વિરોધમાં લોકો પાછલા એક અઠવાડિયાથી સતત પ્રદર્શન કરી રહ્યા છે, વૉશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસમાં પણ વિદ્રોહ અને વિરોધ પ્રદર્શનો થયાં, 'બ્લેક લાઈવ્સ મેટર્સ'ના અનિયંત્રિત પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને ભારે નુકસાન પહોંચાડ્યું છે, પ્રદર્શકારીઓએ મૂર્તીને તોડી નાખી છે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હિસાની આગમાં બળી રહ્યું છે અમેરિકા

હિસાની આગમાં બળી રહ્યું છે અમેરિકા

જણાવી દઈએ કે અશ્વેત અમેરિકી જ્યોર્જ ફ્લૉયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદથી જ અમેરિકામાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયાં જે હાલ 40 શહેરો સુધી પહોંચી ગયું છે. અમેરિકી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને નિયંત્રિત કરવા માટે બે દિવસ પહેલા ટિયર ગેસના સેલ ચોડ્યા અને રબરની ગળીઓ ચલાવી હતી. પ્રદર્શન કરી રહેલા લોકોએ કાર અને પ્રતિષ્ઠાનોમાં આગ લગાવી દીધી, બધી ઈમારતોની દીવાલો પર સ્પ્રે કરી 'હું શ્વાસ નથી લઈ શકતો' લખી દીધું.

7 જૂન સુધી રાતના કર્ફ્યૂનો સમય વધારી દીધો

એટલું જ નહિ વ્હાઈટ હાઉસ પાસે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી. હજારો લોકોએ વિરોધમાં શાંતિપૂર્ણ માર્ચ કાઢી. ન્યૂયોર્કમાં પણ જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે જેને જોતા ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ 7 જૂન સુધી શહેરમાં રાતે કર્ફ્યૂનો સમય વધારી દીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી

ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં એક અશ્વેત શખ્સના મોત પર વધતી અશાંતિ ખતમ કરવા માટે હવે સેના મોકલવાની ચેતવણી આપી દીધી છે, ટ્રમ્પે કહ્યું કે પ્રદર્શનકારીઓને રોકવા અને પોતાના નિવાસીઓને બચાવવા જો શહેર અને રાજ્ય નિષ્ફળ રહેશે તો પરેશાનીઓ તરત ખતમ કરવા માટે સેનાની તહેનાતી કરવામાં આવશે.

પોલીસે અશ્વેત વ્યક્તિની હત્યા કરી

પોલીસે અશ્વેત વ્યક્તિની હત્યા કરી

અમેરિકાના મિનેસોટામા પોલીસ અધિકારીઓ દ્વારા આફ્રીકી મૂળના શખ્સનું ગોઠણથી ગળું દબાવી તેની હત્યા કરી મૂકી જે ઘટનાએ સૌકોઈને ધ્રૂજાવી નાખ્યા, પોલીસે આ શખ્સને જ્યારે દબોચ્યો ત્યારે તે વારંવાર બલી રહ્યો હતો કે મને શ્વાસ લેવા દો, શ્વાસ નથી લઈ શકતો, તે જીવનની ભીખ માગી રહ્યો હતો પરંતુ પોલીસ ઑફિસરને દયા ના આવી અને થડી વાર બાદ જ જ્યોર્જ ફ્લૉયડનું મૃત્યુ થયું.

પોલીસે સ્પષ્ટતા આપી

પોલીસે સ્પષ્ટતા આપી

આ મામલે અમેરિકી પોલીસનું કહેવું છ કે ષડયંત્રના એક મામલાની તપાસ દરમિયાન જ્યોર્જ ફ્લૉયડને કારથી બહાર નીકળવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યૉર્જ ફ્લૉયડે પોલીસ અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરી પોલીસકર્મીઓને જમીન પર પટક્યા, જે બાદ એક પોલીસ અધિકારીએ તેની ગર્દનને ગોઠણથી દબાવી દીધી હતી અને અમુક કલાક બાદ હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું.

India China Tension: ભારત ચીન સીમા પર તણાવ ઘટ્યું, ચીની સેના 2 કિમી પાછળ હટીIndia China Tension: ભારત ચીન સીમા પર તણાવ ઘટ્યું, ચીની સેના 2 કિમી પાછળ હટી

English summary
George Floyd Death: protesters desecrated mahatma gamdhi's statue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X