For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મન મેગેઝીને બુશના નિધનની જાહેરાત કરી દિધી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

george-h-w-bush
માસ્કો, 1 જાન્યુઆરી : જર્મન સાપ્તાહિક 'ડેર સ્પીજેલે' રવિવારના એક અંકમાં ભૂલથી એક શ્રદ્ધાંજલિ લેખ પ્રકાશિત થયો હતો. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશને ' રંગહીન રાજકારણી' ગણાવ્યા હતા. જર્મન પત્રિકાના ન્યૂયોર્ક સ્થિત સંવાદદાતા માર્ક પિત્ઝકેએ કહ્યું હતું કે બુશનો રેકોર્ડ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેમની તુલના તેમના પુત્ર જોર્જ ડબ્લ્યૂ બુશ સાથે કરવામાં આવે. તેમના પુત્ર 2001 થી 2009 દરમિયાન બે વખત રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું.

આ અપૂર્ણ શ્રદ્ધાંજલિ લેખ કેટલીક મિનિટો સુધી 'ડેર સ્પીજેલ' પર જોવા મળ્યો હતો. ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ જ્યારે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી ભૂલ તરફ ધ્યાન દોર્યું ત્યારબાદ આ લેખને દૂર કરવામાં આવ્યો હતો.

વરિષ્ઠ બુશ 1989 થી 1993 સુધી રાષ્ટ્રપતિ રહ્યાં છે. છાતીમાં દુખાવો અને ખાંસીની તકલીફના કારણે તેમને 23 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની ઘણીવાર સારવાર લેવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 88 વર્ષીય જોર્જ એચ ડબ્લ્યૂ બુશ અમેરિકાના સૌથી ઘરડાં જીવતા રાષ્ટ્રપતિ છે.

English summary
A respected German magazine has mistakenly published an obituary for former US president George HW Bush.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X