For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈટલી કરતા જર્મનીમાં ઓછી છે કોરોનાના મૃતકોની સંખ્યા, જાણો શું છે કારણ

ર્મનીમાં પણ આ મહામારીથી 92000 લોકો સંક્રમિત છે પરંતુ અહીં મોતનો આંકડો બાકીના દેશોથી ઓછો છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામે ઝઝૂમી રહી છે. ચીનના વુહાન શહેરથી નીકળેલ કોરોના વાયરસે દુનિયાના 200થી વધુ દેશોના નાગરિકોને પ્રભાવિત કરી દીધા છે. આ મહામારીથી અત્યાર સુધી વિશ્વમાં 60 હજારથી વધુ મોત થયા છે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 11 લાખ સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસથી યુરોપીય દેશો પણ પ્રભાવિત થયા છે. ઈટલી, સ્પેન જેવા દેશોએ મોત મામલે ચીનને પણ પાછળ છોડી દીધુ છે. જર્મનીમાં પણ આ મહામારીથી 92000 લોકો સંક્રમિત છે પરંતુ અહીં મોતનો આંકડો બાકીના દેશોથી ઓછો છે.

ઘાતક કેસોની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઓછી

ઘાતક કેસોની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઓછી

કોરોના વાયરસે જર્મનીને પણ ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે પરંતુ ઘણા પડોશી દેશોની તુલનામાં ત્યાં ઘાતક કેસોની સંખ્યા ઉલ્લેખનીય રીતે ઓછી રહી છે. જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય અનુસાર દેશમાં શનિવારની બપોર સુધી 92,000થી વધુ સંક્રમિત કેસો નોંધવામાં આવ્યા હતા જે અમેરિકા, ઈટલીને છોડીને સ્પેનથી વધુ છે. પરંતુ જર્મનીમાં અત્યાર સુધી કુલ 1,295 મોત થયા છે. અહીં મૃત્યુદર 1.4 ટકા રહ્યો જ્યારે ઈટલીમાં 12 ટકા, સ્પેનમાં 10 ટકા છે. વળી, ફ્રાંસ, બ્રિટન અને ચીનમાં 4 ટકા અને અમેરિકામાં 2.5 ટકા મૃત્યુદર છે.

જર્મનીમાં મૃત્યુદર આટલો ઓછો કેમ છે?

જર્મનીમાં મૃત્યુદર આટલો ઓછો કેમ છે?

એક ઈન્ટરવ્યુમાં યુનિવર્સિટી હોસ્પિટલ બૉનમાં વાયરોલૉજી સંસ્શાના નિર્દેશનક ડ્રીક સ્ટ્રીકે જણાવ્યુ કે તેમણે અમેરિકા અને અન્ય જગ્યાઓના સહયોગીઓના ફોન આવી રહ્યા છે. તે પૂછી રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો જેનાથી જર્મનીમાં મૃત્યુદર આટલો ઓછો છે? ઘણા વિશેષજ્ઞોનુ માનવુ છે કે કોઈ દેશમાં કોરોના વાયરસના પ્રભાવની અસર એના પર નિર્ભર કરે છે કે તે કઈ રીતે આ મહામારી સામે ડીલ કરે છે. ઘણા અન્ય દેશોની તુલનામાં જર્મનીમાં સંક્રમિત લોકોની સરેરાશ વય ઓછી છે.

મોતની ગતિ ઘણી ધીમી

મોતની ગતિ ઘણી ધીમી

એક રિપોર્ટ મુજબ જેમ જેમ સંક્રમણ ફેલાયુ છે તેમ તેમ વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે અને મૃત્યુ દર માત્ર બે સપ્તાહ પહેલા 0.2 ટકા વધ્યો છે. પરંતુ બિમારીની સરેરાશ વય 49 વર્ષની છે. ફ્રાંસમાં આ 62.5 છે અને ઈટલીમાં 62 છે. ઓછા મૃત્યુદર માટે એક કારણ એ પણ છે કે જર્મની મોટાભાગના દેશોની તુલનામાં વધુ લોકોનુ પરીક્ષણ કરી રહ્યુ છે. આનો અર્થ એ કે અહીની સરકાર થોડા કે એનાથી વધુ લક્ષણ હોવા પર લોકોને ક્વૉરંટાઈન કરી રહી છે. જર્મનીમાં સંક્રમિત કેસો તો વધી રહ્યા છે પરંતુ મોતની ગતિ ઘણી ધીમી છે.

આ પણ વાંચોઃ કોરોના પર પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ પીએમ, સોનિયા ગાંધી, મુલાયમ સાથે વાત કરીઆ પણ વાંચોઃ કોરોના પર પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ પીએમ, સોનિયા ગાંધી, મુલાયમ સાથે વાત કરી

English summary
Germany has fewer deaths than Corona compared to Italy and Spain know what is the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X