ગઝલ ગાયક ગુલામ અલીના ઘરમાં લાખોની લૂટ

આ ઘટના સોમવારની મોડી રાતની છે જ્યારે ચાર બંદૂકધારી એક સફેદ કારથી ઉતરીને જબરદસ્તી તેમના લાહોરના ડિફેન્સ બ્લોકમાં આવેલા ઘરમાં ઘૂસી ગયા હતા. લુટારૂંઓએ હથિયારોથી ડરાવી આખા પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી છે.
ગુલામના ભાઇ આશિક અલીએ જણાવ્યું કે લુંટારૂઓ લગભગ સાત લાખથી પણ વધારેની કિમતના દાગીના અને રોકડ રકમ લૂંટી ગયા છે. તેમણે જણાવ્યું કે લુંટારૂઓએ બધાને ચાર કલાક સુધી ગોંધી રાખ્યા હતા. તેમણે ઘરનો એક એક ખૂણો ફેંદી નાખ્યો તેમને જે કઇ કિમતી લાગ્યું તેને એક કારમાં નાખીને લઇ ગયા.
ગુલામ અલીના ઘરે બનેલી આ ઘટનાના કારણે પાકિસ્તાનની અન્ય મોટી હસ્તીઓમાં રોષની લાગણી પ્રસરી છે.












Click it and Unblock the Notifications
