એક મિનીટ માટે બન્યા ગુગલના માલિક, ગૂગલે આપ્યા 8 લાખ રૂપિયા
દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના ડોમેનના એક મિનીટના માલિક ભારત સન્મય વેદને ગૂગલે 8 લાખ રૂપિયા આપ્યા. વેદે આ આખી રાશી એક સંસ્થાને દાનમાં આપી દીધી.
વાત જાણે આમ બની હતી કે ભારતના માંડવીમાં રેહવાવાળા સન્મય વેદ એક દિવસ ડોમેન ખરીદી રહ્યા હતા. એમાં તેને જોયું કે Google.com ડોમેન ખરીદી માટે હતું સન્મય વેદે 12 ડોલર આપીને આ ડોમેન ખરીદી લિધુ અને તેના માલિક બની ગયા.

ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું કે સન્મય વેદ એક મિનીટ માટે ગુગલના માલિક બનવાંમાં સફળ થયા છે અને જેથી તેમને 6006.13 ડોલરનું ઇનામ આપવામાં આવે છે. જયારે સન્મયે આ રકમને દાન કરવાની વાત કરી ત્યારે ગૂગલે રકમ વધારીને ડબલ કરી દીધી.












Click it and Unblock the Notifications
