For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલે રજૂ કર્યા આશ્ચર્યકારી એન્ડ્રોઇડ પ્રોજેક્ટ્સ

|
Google Oneindia Gujarati News

સાન ફ્રાન્સિસ્કો, 27 જૂન : ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને ટેકનોલોજીની મદદથી રોજબરોજની જીંદગીમાં મોટો ફેરફાર કેવી રીતે કરી શકાય તે અંગે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ માટે ગૂગલે તેના વાર્ષિક સંમેલનમાં સોફ્ટવેર ડેવલપર્સ સામે એવી કેટલીક પ્રોડક્ટ્સ રજૂ કરી છે જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉત્પાદનોમાં ટેકનોલોજી બદલીને તેને આધુનિક બનાવવામાં આવ્યા છે.

આ સંમેલન દરમિયાન ગૂગલે લાઇવ ક્લાઉડ ડિબગિંગનો ડેમો આપ્યો હતો. આ ઉપરાંત તેણે એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં 'મટિરિયલ ડિઝાઇન'ની અવધારણા રજૂ કરી હતી. ગૂગલે કરેલી રજૂઆતોને જોનારાઓ કહી રહ્યા છે કે ગૂગલ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની સેવાઓનું મહત્વ વધતું જોવા ઇચ્છે છે. મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં કંપનીનો વધતો પ્રભાવ તેની સાબિતી છે.

google-conferance

ગૂગલે વિકસાવેલી એન્ડ્રોઇડ સિસ્ટમ અત્યાર સુધીમાં અબજો મોબાઇલ સેટમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. એન્ડ્રોઇડ મદદથી તે આપના હાથના કાંડથી લઇને ટીવી અને કાર સુધી પ્રસરવા માંગે છે.

આ શૃંખલામાં નવું સંસ્કરણ એન્ડ્રોઇડ ઓટો છે. એન્ડ્રોઇડ ઓટો સ્માર્ટફોનની મદદથી કારના ડ્રાઇવરને જરૂરી માહિતી આપશે. આ એપ્લિકેશન વ્યક્તિના અવાજને ઓળખીને કામ કરશે. આ ક્ષેત્રમાં ગૂગલની સૌથી વધારે સ્પર્ધા એપ્પલ સાથે થશે.

English summary
Google unveils ambitious Android projects at I/O developers conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X