H1B visa: ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહત, પીએમ મોદીનુ એલાન - હવે અમેરિકામાં જ થશે વિઝા રિન્યુ
H1B visa: ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહત આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના છેલ્લા દિવસે કહ્યું છે કે ભારતીય પ્રોફેશનલ્સ હવે યુએસમાં જ તેમના વિઝા રિન્યુ કરાવી શકશે. પીએમ મોદીએ કહ્યું કે એ નક્કી કરવામાં આવ્યું છે કે H-1B વિઝા રિન્યુઅલ અમેરિકામાં જ થઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં કહ્યું, "અમે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે H1B વિઝાનું રિન્યુઅલ ફક્ત યુએસમાં જ થઈ શકશે."

તમને જણાવી દઈએ કે આ માટે આ વર્ષે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આનો સૌથી વધુ ફાયદો આઈટી પ્રોફેશનલ્સને મળશે.
આ બાબતની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ લોકો-થી-લોકો પહેલના પ્રયાસોનું પરિણામ છે. વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત આ વર્ષે સિએટલમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે. આ સિવાય અમેરિકાના 2 વધુ શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પણ ખોલવામાં આવશે. વળી, અમદાવાદ અને બેંગલુરુમાં પણ અમેરિકાના નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવા જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
